34.6 C
Gujarat
Sunday, March 16, 2025

સાયન્સ સિટી એક્વાટિક ગેલેરીમાં નવું આકર્ષણ, 6 ફુટ લાંબી 3 લેમન શાર્કનો સમાવેશ

Share

અમદાવાદ : ગુજરાત સાયન્સ સિટી ખાતે અવનવા આકર્ષણો છે તેમાં એક્વેટિક ગેલેરીમાં 6 ફુટ લાંબી 3 લેમન શાર્કનો સમાવેશ કરીને નવું આકર્ષણ ઉમેરવામાં આવ્યું છે. ગુજરાત સાયન્સ સીટીમાં 6 ફુટ લાંબી ત્રણ લેમન શાર્કને લાવવામાં આવી છે. આ શાર્કને એકવેટિક ગેલેરીમાં મુખ્ય શાર્ક ટનલમાં પ્રદર્શિત કરવામાં આવી છે.

આજે ગુજરાત સાયન્સ સીટીમાં 6 ફુટ લાંબી ત્રણ લેમન શાર્કને લાવવામાં આવી છે. આ શાર્કને એકવેટિક ગેલેરીમાં મુખ્ય શાર્ક ટનલમાં પ્રદર્શિત કરવામાં આવી છે.આ શાર્કની ઓળખ તેના લીલાશ પડતા પીળા રંગની હોવાથી તેને લેમન શાર્ક તરીકે ઓળખવામાં આવે છે. તે અન્ય શાર્કની સરખામણીએ સ્વભાવે શાંત હોય છે. આ શાર્ક મુખ્યત્વે એટલાન્ટિક અને પ્રશાંત મહાસાગરના છીછરા દરિયાઈ વિસ્તારોમાં જ જોવા મળે છે. અને તેનું વજન 250 કિલોગ્રામ જેટલું હોઇ શકે છે. આ શાર્ક આવનારા સમયમાં આઠથી દસ ફુટ સુધી મોટી થશે. ભારતમાં આ પ્રજાતિની શાર્ક માત્ર ગુજરાત સાયન્સ સીટી ખાતે જ જોવા મળી શકશે. આવનારા સમયમાં આ શાર્ક મુલાકાતીઓમાં આકર્ષણનું કેન્દ્ર બની રહેશે એવી આશા છે.

તમામ ઉમરના મુલાકાતીઓને જળચર પ્રાણીઓ વિષે જાણવાનું ગમશે અને શાર્ક તો એક અનોખુ પ્રાણી છે. જૈવવિવિધતાની ચર્ચા કરવાનો અને બાળકો તથા સામાન્ય નાગરિકોને પ્રાણીઓના વસવાટ વિષે શીખવવાનો આ એક અદભૂત માર્ગ છે.આગામી સમયમાં ગુજરાત સાયન્સ સિટી દ્વારા શાર્ક વિષે જાગૃતિ અને શિક્ષણ માટે વિવિધ કાર્યક્રમો અને આઉટરીચ પ્રવૃતિઓ દ્વારા હાથ ધરાશે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles