Saturday, September 12, 2026

IPLની ટિકિટના કાળાંબજાર : 1 હજાર રૂપિયાની મેચની ટિકિટ 2900 રૂપિયામાં વેચનારો પકડાયો

spot_img
Share

અમદાવાદ : આગામી 31 માર્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમ ખાતે ગુજરાત ટાઈટન્સ અને ચેન્નઈ વચ્ચે મેચ રમાવાની છે. રૂ.1 હજારની ઓનલાઈ ટિકિટ બુક કરાવીને રૂ.2900 માં વેચી કાળાંબજારી કરતાં યુવકને LCBએ 20 ટિકિટ સાથે ઝડપી પાડ્યો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ કેટલાક શખ્સો ટિકિટની કાળા બજારી કરતા હોવાની બાતમી ડીસીપી ઝોન 2ની LCBને મળી હતી. બાતમીના આધારે ઓનલાઇન ટિકિટ બુક કરનાર તત્વો પર નજર રાખીને પોલીસ બેઠી હતી, ત્યારે માહિતી મળી હતી કે, ઝુંડાલ સર્કલ પાસે આવેલા સર્વિસ રોડ પર એક યુવક મેચની ટિકિટને પોતાના આર્થિક ફાયદા માટે કાળા બજારી કરી રહ્યો છે.

જેના આધારે LCBની ટીમે તે જગ્યાએ વોચ ગોઠવી કાળા બજારી કરતા શખ્સને ઝડપી પાડ્યો હતો. બાદમાં તેની પૂછપરછ કરતાં પોતાનું નામ બ્રિજેશ કાપડિયા અને ચાંદખેડા વૃંદાવન ગોદરેજ ગાર્ડન સિટીમાં રહેતો હોવાનું જણાવ્યું હતું. તેની પાસેથી મેચની 20 ટિકિટો મળી આવી હતી. જેથી બ્રિજેશની પુછપરછ કરતા ગુજરાત ટાઈટન્સ અને ચેન્નઈ વચ્ચે રમાતી મેચના કારણે લોકોમાં ક્રેઝ વધારે હોવાથી મોંઘા ભાવની જો ટિકિટ નહીં મળે તો માંગ્યા પૈસા આપીને પણ ટિકિટ લેશે તેમ વિચારીને ઓનલાઈન ટિકિટી બુક કરાવી મેળવી લીધી હતી.

LCBએ બ્રિજેશ વિરૂદ્ધ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં કાળા બજારી ટિકિટ વેચવાનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.ટિકિટની કાળાબજારીમાં શાતીર બનેલા બ્રિજેશ સાથે કોણ-કોણ જોડાયું છે, તે મામલે પણ પોલીસે તપાસ શરૂ કરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...