Monday, September 28, 2026

અમદાવાદીઓની સૌથી ફેવરિટ જગ્યા પર સૌથી મોટો ખતરો, અટલ બ્રિજ ઉપરનો કાચ તૂટી ગયો

spot_img
Share

અમદાવાદ: તાજેતરમાં જ અમદાવાદવાસીને અટલ બ્રિજનું એક નવા નજરાણાની ભેટ મળી હતી. પરંતુ હાલ એક માઠા સમાચાર મળી રહ્યા છે. સાબરમતી રિવરફ્રન્ટ પર બનાવવામાં આવેલ અટલ બ્રિજમાં અચાનક જ કાચ તૂટી જતા લોકોમાં ભયનો માહોલ બન્યો છે. 7 મહિનામાં જ બ્રિજ ઉપરના કાચમાં તિરાડો પડતા રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશનની નબળી કામગીરીની પોલ ખુલી ગઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અટલ ફૂટ બ્રિજના ચાર કાચમાંથી એક કાચમાં આ રીતે તિરાડો પડતા કોર્પોરેશનની કામગીરી સામે અનેક પ્રશ્નો ઉભા થયા છે. મીડિયા રિપોર્ટ અનુસાર કોર્પોરેશનના અધિકારીએ ગરમીના કારણે કાટ તૂટ્યો હોવાનું જણાવીને લૂલો બચાવ કર્યો છે. કારણ કે, સતત પડી રહેલા માવઠાને કારણે અમદાવાદમાં હજી એટલી બધી ગરમીનો તો પડી જ નથી.

હવે અમદાવાદમાં જાણે બ્રિજને લઇ રાજનીતિ પણ ગરમાઇ હોય તેમ વિપક્ષ પણ આક્ષેપો કરી રહી છે. એવી પણ ચર્ચાએ જોર પકડી છે કે, અમદાવાદ શહેરમાં એક-બે વર્ષથી બ્રિજ ચર્ચામાં છે. અટલ બ્રીજનો ગ્લાસ તૂટ્યો એટલે બેરિકેટ લગાડી દેવાયા. 8 મહિના પહેલા હાટકેશ્વર ફલાય ઓવરમાં ગાબડું પડ્યું પછી બંધ કરી દેવાયો. દોઢ વર્ષ પહેલાં નિર્માણાધિન મુમદપૂરા બ્રિજનો સ્લેબ તૂટ્યો પછી એક વર્ષ કામ બંધ રહ્યું હતું.

અટલ બ્રિજ પરનો કાચમાં તિરાડો પડી હોય તો આવા નબળી કામગીરી કરીને લોકોને જીવ સાથે કેમ રમત રમાઈ રહી છે? તે સૌથી મોટો સવાલ છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતા અટલ ફુટ ઓવર બ્રિજને 27 ઓગસ્ટના રોજ લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...