અમદાવાદ: ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ શહેરમાં રખડતા ઢોર પર AMC દ્વારા રખડતા ઢોરની સમસ્યાના ઉકેલ માટે એક પોલિસી તૈયાર કરવામાં આવી હતી. જેના અંતર્ગત સ્ટેન્ડિંગ કમિટી એક નવી દરખાસ્ત લાવી હતી. જો કે અમદાવાદ મ્યુ કમિશ્નરે તેને પરત મોકલી દેતા હાલ દરખાસ્ત ફરી એકવાર લટકી ગઇ છે. આ નિયમ ફરી એકવાર અધરમાં લટકી પડ્યો છે.
ગુરુવારે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં બીજી વખત આ રજુ કરવામાં આવ્યું હતું. જો કે સ્ટેન્ડિંગ કમિટીએ આ નિર્ણયને પરત મોકલી દીધો હતો. રખડતા ઢોર માટેની પોલીસીને કમિશનરે પરત મોકલી દેતા હાલ સમગ્ર મામલો ફરી એકવાર અધરમાં લટકી ગયો છે. આ અંગે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનના અનુસાર દરખાસ્તમાં હજુ કેટલાક સુધારા વધારા કરવાની જરૂર છે. આ અંગે ચર્ચા કરવામાં આવશે. સરકાર સાથે પણ મંત્રણા બાદ નવી દરખાસ્ત રજુ કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કોર્પોરેશનના સત્તાધારી ભારતીય જનતા પાર્ટી જ છે અને દરખાસ્ત લાવનાર પણ ભાજપ જ છે. જે પ્રકારે પોલિસી પરત મોકલાઇ તે જોતા કહેતા ભી દિવાના અને સુનતા ભી દિવાના જેવી સ્થિતિ છે. નેતાઓ જ જનતાને ખુશ કરવા વિધેયક લાવે છે અને બીજા નેતાઓ પરત મોકલે છે. અત્રે ઉલ્લેખનીય છે કે રખડતાં ઢોર મામલે લાયસન્સ રાખવું, ફરજિયાત પરમીટ સહિતના અનેક નિયમોની જોગવાઇ કરવામાં આવી હતી.