અમદાવાદ: આજે અખાત્રીજનો પવિત્ર દિવસ છે. આજના દિવસે વણ જોયું મુરત હોય છે. લોકો સારા કામની શરૂઆત અખાત્રીજના પાવન દિવસે કરતા હોય છે. ત્યારે ભગવાન જગન્નાથની 146મી રથયાત્રાની તૈયારીઓની શરૂઆત આજથી કરવામાં આવી છે. આજે અખાત્રીજ અખાત્રીજના દિવસે ભગવાન જગન્નાથના રથની વિશેષ પૂજા કરવામાં આવી છે. આજે રથની આ વિશેષ પૂજા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવી હતી.
મહત્વનું છે કે, અષાઢી સુદ બીજના દિવસે ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી નગરચર્યાએ નીકળશે. 72 વર્ષ બાદ આ વર્ષે ભગવાન નવા રથમાં બિરાજમાન થઈ નગરચર્યાએ નીકળવાના છે. જૂના રથની ડિઝાઇન અને તેના માપ મુજબ જ નવા રથ બનાવાયા છે.22મી જૂને 146મી રથયાત્રા યોજાવાની છે ત્યારે આજે અખાત્રીજના દિવસે ત્રણે રથનું પૂજન કરવામાં આવ્યું. ભગવાનને ચંદનનો શણગાર કરવામાં આવ્યો.
ભગવાન જ્યારે નગરચર્યાએ નીકળે ત્યારે રથ પણ વિશેષ આકર્ષણનું કેન્દ્ર હોય છે. રથના કલર આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે. આજે રથની પૂજા ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવી હતી.પૂજા વિધિમાં રથ પૂજામાં ધારાસભ્ય દિનેશ કુશવાહ, હર્ષદ પટેલ, કૌશિક જૈન, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ, મેયર કિરીટ પરમાર તેમજ જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ અને ટ્રસ્ટી મહેન્દ્ર ઝા દ્વારા કરવામાં આવી છે. ત્રણ રથની પૂજા બાદ આરતી પણ કરવામાં આવી હતી.