Saturday, July 18, 2026

અમદાવાદમાં નવા વાડજ સહિત આ 142 જગ્યાએ નવા રોડ બનશે, જાણો ક્યા ઝોનમાં સૌથી વધુ રોડ બનશે?

spot_img
Share

અમદાવાદ: શહેરમાં દર ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા તથા રસ્તા તૂટી જવા કે કપચીઓ ઉખડી જવાની સમસ્યાઓ સામે આવતી હોય છે.જેના કારણે નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. શહેરમાં જ્યાં પણ તૂટેલા રોડ છે, તેને ચોમાસા પહેલા પૂર્ણ કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના સત્તાધીશોએ આદેશ આપ્યા છે. પ્રિ-મોનસૂન કામગીરીના ભાગરૂપે શહેરમાં જ્યાં પણ તૂટેલા રોડ છે અથવા નવા રોડ બનાવવાના છે, તેની કામગીરી 31 મે પહેલા પૂર્ણ થઈ જાય તેની સૂચના આપી દેવામાં આવી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં ચોમાસા પહેલા કુલ 142 જેટલા રોડ પૂર્ણ કરવાના છે. આ કામગીરી ઝડપથી પૂર્ણ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. શહેરના બોપલ, ઘુમા, થલતેજ, ચાંદલોડિયા, ગોતા, વસ્ત્રાપુર, બોડકદેવ સહિતના ઉત્તર પશ્ચિમ ઝોન વિસ્તારમાં સૌથી વધુ 27 જેટલા રોડ ચોમાસા પહેલા પૂર્ણ કરવા જણાવવામાં આવ્યું છે તો પશ્ચિમ ઝોનમાં પણ સાબરમતી, ચાંદખેડા, વાસણા, પાલડી, વાડજ, નારણપુરા ઘાટલોડીયા સહિતના વિસ્તારોમાં 20થી વધુ રોડ બનાવવાના છે.

ગુજરાત હાઇકોર્ટમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સોગંદનામું રજૂ કર્યું, જેમાં 1722 જેટલા સ્થળોએ સમારકામની આવશ્યકતા હોવાની રજૂઆત કરી હતી. ચોમાસા પહેલા શહેરમાં કુલ 95,642 મીટર લંબાઈના રોડ બનાવવાના છે. પ્રિ-મોનસૂન કામગીરીના ભાગરૂપે અલગ-અલગ વિભાગો દ્વારા વિભાગીય કામગીરીઓ વરસાદને અનુલક્ષીને શરૂ કરવામાં આવી છે. આ તરફ રોડ વિભાગ દ્વારા પણ કામગીરી શરૂ કરવામાં આવી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...