Monday, September 28, 2026

અમદાવાદમાં ભગવાન જગન્નાથની જળયાત્રા યોજાઈ, જય રણછોડ માખણ ચોરનો નાદ ગુંજી ઉઠયો

spot_img
Share

અમદાવાદ : રથયાત્રા પહેલાનો મહત્વનો પ્રસંગ એટલે જળ યાત્રા, ભગવાન જગન્નાથની 146મી રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે આજે ભગવાન જગન્નાથની પરંપરાગત રીતે જળયાત્રા યોજાઈ છે. વાજતેગાજતે જળયાત્રાનું આયોજન કરાયું છે. જળયાત્રા બાદ સાબરમતી નદીના જળથી ભગવાન જગન્નાથનો જળા ભિષેક કરવામાં આવી રહ્યો છે. તેમજ તેની બાદ ભગવાનના ગજવેશ આજે દર્શન થશે. જેની બાદ આજે ભગવાન મોસાળ જશે.

ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા પહેલાં આજે 4 જૂનના રોજ જળયાત્રા યોજાઈ રહી છે. જળયાત્રા જગન્નાથ મંદિરથી શોભાયાત્રા રૂપે શરૂ થઈ છે. ઢોલ-નગારા, ધજાપતાકા, બળદગાડાં, બેન્ડવાજા સાથે જળયાત્રા યોજાઈ છે. 108 કળશ સાથે મોટી સંખ્યામાં ભક્તોજનો જળયાત્રામાં જોડાયા છે. સાબરમતી નદીમાંથી 108 કળશમાં જળ ભર્યા બાદ નદીની આરતી કરવામાં આવી હતી. જળ ભરેલા કળશ સાથે ભગવાન જગન્નાથની જળયાત્રા મંદિરે પરત પહોંચી હતી. ભગવાનની જળાભિષેકની પૂજા-વિધિ પૂર્ણ થયા બાદ ભગવાન જગન્નાથનો જળાભિષેક કરવામાં આવ્યો હતો. મહંત દિલીપદાસજી, મહેન્દ્ર ઝા, પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, શહેર પ્રમુખ અમિત શાહ, ડેપ્યુટી મેયર ગીતાબેન પટેલ દ્વારા ભગવાનનો જળાભિષેક કરવામાં આવ્યો છે. આજે ભગવાન જગન્નાથના જળાભિષેકની પૂજા-વિધિમાં મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા હતા. લોકોએ જળયાત્રામાં જોડાયેલા હાથીઓ સાથે સેલ્ફી લીધી હતી.

રથયાત્રાનો પ્રથમ પડાવએ જળયાત્રાને માનવામાં આવે છે, મંદિર પરિસરમાં રથયાત્રા જેવી જ સંપૂર્ણ તૈયારીઓ થતી હોય છે. ભગવાન જે બળદગાડામાં તૈયાર થઈને જઈ રહ્યા હોય છે ત્યારે તેને તૈયાર કરવામાં આવે છે. 108 કળશમાં સાબરમતી નદી ભૂદરના આરે જવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે આ તમામ 108 કળશમાં સાબરમતી નદીનું પાણી ભરવામાં આવે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...