Thursday, April 2, 2026

ગુજરાત હાઇકોર્ટના કોર્ટ રૂમમાં ચાલુ સુનાવણીએ દંપતી સહિત 4 લોકોનો આપઘાતનો પ્રયાસ, આપઘાતના પ્રયાસનું કારણ અકબંધ

spot_img
Share

અમદાવાદ: અમદાવાદમાં આવેલી ગુજરાત હાઈકોર્ટેના કોર્ટ રૂમમાં ચાલુ સુનાવણીએ આપઘાતના પ્રયાસનો મામલો સામે આવ્યો છે. ચાલુ કોર્ટની સુનાવણીમાં હાજર લોકોની સામે જ દંપતી સહિત 4 લોકોએ ફિનાઈલ પીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. ઘટના જોઈને વકીલો ત્યાંથી દૂર હટી ગયા હતા અને પોલીસે આવીને ચારેયને અટકાવ્યા હતા. પરંતુ ત્યાં સુધીમાં તેમણે ફિનાઈલ પી લીધું હતું. હાલમાં આ ચારેય લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

મીડિયા રિપોર્ટ મુજબ, ઘટના કઇક એવી છે કે ગુજરાત હાઇકોર્ટમાં આજે ચાર લોકોએ ફીનાઇલ પીને આપઘાત પ્રયાસ કર્યો છે. આનંદનગરમાં નોંધાયેલી ફરિયાદમાં આરોપીના આગોતરા જામીન કોર્ટે મંજૂર ન કરતા ચાર લોકોએ કોર્ટ રૂમમાં ફીનાઇલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો છે. એક દંપતી અને બે વ્યક્તિ મળી કુલ ચાર લોકોએ ફીનાઇલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો છે.

હાલમાં આ ચારેય લોકોને સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા જ સોલા પોલીસ સ્ટેશન પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે ફિનાઈલની બોટલ, ઢાંકણું સહિતની વસ્તુઓ હાલમાં કબ્જે કરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...