Friday, April 24, 2026

વાડજનો ચોંકાવનારો કિસ્સો, યુવતીએ Insta પર ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારી અને પછી શું થયું જાણો ?

spot_img
Share

અમદાવાદ : આજકાલ લોકોમાં સોશિયલ મીડિયાનો ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. જોકે, ક્યારેક સોશિયલ મીડિયા કેટલાક લોકો માટે લાભદાયી સાબિત થાય છે, તો કેટલાક લોકો માટે મુસીબતોનો પહાડ ઉભો કરી દે છે. આવો જ એક બનાવ શહેરના વાડજ વિસ્તારમાં બન્યો છે. એક યુવતીને સોશિયલ મીડિયા મારફતે યુવક સાથે મિત્રતા થઇ. આ મિત્રતા પ્રેમસંબંધમાં કેળવાઇ. પરંતુ કેટલાક સમય બાદ યુવતીને જાણવા મળ્યું હતું કે, યુવક પરિણીત છે. જેથી તેણે તેની સાથે વાતચીત કરવાનું બંધ કરી દીધું હતું. જેથી યુવકએ તેની સાથે સંબંધ રાખવા માટે દબાણ કરતાં અંતે યુવકના ત્રાસથી કંટાળીને અંતે યુવતીએ પોલીસ ફરિયાદ કરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ વાડજ વિસ્તારમાં રહેતી એક યુવતીને એકાદ વર્ષ પહેલા ઇન્સ્ટાગ્રામ પર એક યુવકની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી. યુવતીએ આ ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરીને તેની પ્રોફાઇલમાં ફોટો જોતા જાણવા મળ્યું હતું કે, આ યુવક અગાઉ તેઓ જ્યાં રહેતા હતાં, ત્યાં રહેતો હતો. યુવતીએ અવારનવાર તેને જોયો હતો. જેથી તેણે ઇન્ટાગ્રામ યુવક સાથે વાતચીત કરવાનું ચાલું રાખ્યું હતું. બંન્નેએ બેથી ત્રણ મહિના સુધી ઇન્સ્ટાગ્રામ પર વાતચીત કરી હતી. ત્યાર બાદ યુવકએ તેના મોબાઇલ પરથી યુવતીને ફોન કરતાં તેઓ મોબાઇલ ફોનથી વાતચીત કરતા હતાં અને બંન્ને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો.

જોકે, કેટલાક સમય બાદ યુવતીને જાણવા મળ્યું હતું કે, યુવકના લગ્ન થઇ ગયા છે. જેથી યુવતીએ તેની સાથે વાતચીત કરતાં તેણે કહ્યું હતું કે, તેની પત્ની સાથે તેને છૂટાછેડા લેવાના છે અને ફરિયાદી યુવતી સાથે લગ્ન કરવાનો છે. પરંતુ તે તેની પત્નીને છૂટાછેડા આપતો ન હતો અને યુવતી સાથે ઠગાઇ કરતો હોવાની શંકા જતાં યુવતીએ તેની સાથે પ્રેમસંબંધ રાખવાની ના પાડી હતી. છતાં આરોપી યુવક યુવતી જ્યાં જાય ત્યાં તેની પાછળ પાછળ જતો હતો અને યુવતીને સંબંધ રાખવા માટે દબાણ કરતો હતો. જોકે, અંતે કંટાળીને યુવતીએ આ સમગ્ર બાબતની જાણ પોલીસને કરતાં પોલીસે ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...