અમદાવાદ: અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર અટલબ્રિજ અને હેલિકોપ્ટર જોય રાઈડ બાદ વધુ એક નજરાણું ઊભું થઈ શકે છે.સાબરમતી રિવરફ્રંટના પશ્ચિમ કિનારે શહેરની નવી ઓળખસમી ગગનચૂંબી બિલ્ડિંગો બનશે.દુબઈના 3 મોટા ડેવલપર ગ્રુપે રિવરફ્રન્ટના પ્લોટમાં રસ દાખવ્યો છે અને આગામી દિવસોમાં તે રિવરફ્રન્ટની મુલાકાતે પણ આવી શકે છે. રિવરફ્રન્ટને મનોરંજન સ્થળ તરીકે વિકસાવવા રાજ્ય સરકાર અને રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશને દુબઈ અને અબુધાબીમાં રોડ-શો કર્યો હતો.
મીડિયા રિપોર્ટ્સ મુજબ, તાજેતરમાં દુબઈ અને અબુધાબીમાં 10 ડેવલપર સાથે રાજ્ય સરકારના મુખ્ય સચિવ, રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશનના ચેરમેન સહિતના અન્ય અધિકારીઓની બેઠક થઈ હતી. જેમાં રિવરફ્રન્ટના પ્લોટ વેચવા માટે કવાયત કરાઈ હતી. આ સાથે અન્ય નાના પ્લોટ પણ બચાવવામાં આવ્યા હતા. બેઠક બાદ દુબઈના શોભા ગ્રુપ, લૂલૂ ગ્રુપ અને એમ્માર ગ્રુપે તેમાં રસ દાખવ્યો હતો. આ તમામ ગ્રુપો દુબઈ અને અબુધાબીમાં હાઈ રાઈઝ બિલ્ડિંગ, મોટા મોલ અને હોટલ બનાવવામાં માહેર છે.દુબઈના 3 મોટા ડેવલપર ગ્રુપે રિવરફ્રન્ટના પ્લોટમાં રસ દાખવ્યો છે અને આગામી દિવસોમાં તે રિવરફ્રન્ટની મુલાકાતે પણ આવી શકે છે. જો બધુ બરાબર રહ્યું તે અમદાવાદમાં સાબરમતીના કિનારે પણ મુંબઈ અને બેંગ્લોર જેવી ગગનચૂંબી ઈમારતો સાથે થીમ પાર્ક બનશે.
ત્યારે સૂત્રો પાસેથી વિગતો મુજબ આગામી સમયમાં રિવરફ્રન્ટ પર થીમ પાર્ક બનાવવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવી શકે છે. જેમાં મુંબઈના ઈમેજીકા થીમ પાર્ક, બેંગ્લોરના વન્ડર લેન્ડ જેવા થીમ પાર્ક બનાવી શકાય છે. નોંધનીય છે કે, રિવરફ્રન્ટ પર ગાર્ડન, ફ્લાવર પાર્ક, અટલ બ્રિજ સહિતના આકર્ષણો હાલમાં છે, ત્યારે આગામી દિવસોમાં તેમાં વધુ નવા આકર્ષણો ઉમેરાઈ શકે છે.