Thursday, January 22, 2026

નવા વાડજમાં ગેરેજની આડમાં વિદેશી દારૂનું વેચાણ કરતા બે પિતરાઈભાઈની ધરપકડ

spot_img
Share

અમદાવાદ : શહેરના નવા વાડજ ગણેશ વિદ્યાલય પાસે આવેલી રાજ રેસિડેન્સીની એક દુકાનમાં આવેલા ગેરેજની આડમાં ચાલતા વિદેશી દારૂનો કારોબાર પીસીબીએ પકડી પાડયો છે. ગેરેજમાં બનાવેલા લાકડાના ખાનામાંથી પોલીસે દારૂ – બીયરની 485 બોટલો સાથે બે પિત્તરાઈ ભાઈની ધરપકડ કરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ નવા વાડજ વિસ્તારમાં આવેલ રાજ રેસિડેન્સીમાં આવેલી એક દુકાનમાં ચાલતા જય ભવાની ઓટો ગેરેજની આડમાં દારૂનો ધંધો ચાલતો હોવાની સંયુક્ત બાતમીના આધારે PCB પીઆઈ એમ.સી.ચૌધરીએ ટીમ સાથે દરોડો પાડયો હતો. દરમિયાનમાં ત્યાંથી ગેરેજ માલિક રોનક અશ્વીનભાઈ મકવાણા (સમેત એપાર્ટમેન્ટ, સુભાષબ્રિજ) અને તેનો કાકાનો દીકરો ચિરાગ રાજેશભાઈ મકવાણા (કૌશિકભુવન, ઉસ્માનપુરા) મળી આવ્યા હતા.જ્યારે પોલીસે ગેરેજમાં બનાવેલા કેટલાક લાકડાના ખાનામાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી.આ ઉપરાંત ત્યાંથી મળી આવેલા 1 ટુ વ્હીલરમાંથી દારૂની 2 બોટલ અને કારમાંથી દારૂની 1 પેટી મળીને કુલ 485 બોટલ (કિંમત રૂ.59,672) તેમજ 2 વાહન, મોબાઈલ ફોન મળીને કુલ રૂ.2.27 લાખની કિંમતનો મુદ્દામાલ મળી આવ્યો હતો.

પોલીસે દારૂ સહિતના મુદ્દામાલ સાથે રોનક અને ચિરાગની ધરપકડ કરીને પૂછપરછ કરતા તે બંને જણાં આ દારૂનો જથ્થો ગાંધીનગર ઝુંડાલમાં રહેતા બુટલેગર મુકેશ મારવાડી પાસેથી દારૂનો જથ્થો લાવતા હોવાનું કબુલ્યુ હતુ. મુકેશ મારવાડી પાસેથી દારૂ લાવીને ભાડાની દુકાનમાં ગેરેજમાં છુપાવી રાખીને તેઓ છુટકમાં હોમ ડિલિવરીમાં દારૂ – બીયર વેચતા હતા.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...