Sunday, January 18, 2026

સાવધાન, હોટલમાં બારીમાંથી યુવકે રુમમાં ઘૂસી પરિણીતાની કરી છેડતી, પોલીસ ફરિયાદ બાદ આરોપીની ધરપકડ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં આવેલી હોટલના રુમમાં એક અજાણ્યા યુવકે ઘુસીને પરિણીતાની છેડતી કરવાનો પ્રયત્ન કર્યા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. હોટલનો રુમ રાખીને રહેવુ હોય તો માત્ર હોટલ વિશે જ નહીં પરંતુ હોટલના રુમની બારીઓને પણ અચુક ચેક કરજો. રુમનો દરવાજો ભલે લોક હોય પરંતુ કોઈ બારીમાંથી કૂદીને પણ ઘૂસી આવી શકે છે. આવો જ અનુભવ અમદાવાદના નરોડા વિસ્તારમાં એક કપલને થયો છે. યુવાન કપલ હોટલના રુમમાં રોકાયેલ હતુ, આ દરમિયાન એક યુવક બારીમાં થઈને રુમમાં ઘૂસીને યુવતીને છેડતી કરવા લાગ્યો હતો.

આ ડરામણી ઘટના અમદાવાદના નરોડા વિસ્તારની હોટલમાં બની છે. જ્યાં એક હોટલમાં પતિ પત્ની રાત્રિના સમયે રૂમમાં રોકાયા હતા. અચાનક હોટલના પાછળના ભાગમાંથી એક યુવક બારીથી રુમમાં ઘૂસી આવ્યો અને પરિણીત યુવતીની છેડતી કરી. જોકે યુવતીએ બૂમાબૂમ કરતા હોટલ સ્ટાફ અને તેના પતિએ આ યુવકને પકડી પાડ્યો હતો અને પોલીસને સોંપ્યો હતો. યુવતીએ પોલીસ મથકમાં યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

નરોડા વિસ્તારમાં પોતાના માલિકીના ઘરમાં રહેતું એક દંપતી તેના ઘરમાં ફર્નિચર કામ શરૂ હોવાથી તેઓ નરોડા ટોલનાકા પાસે એક ખાનગી હોટલમાં રોકાયા હતા.હોટલમાં રાત્રિના સમયે મહિલાનો પતિ હોટલ નીચે નાસ્તો લેવા ગયો હતો, તે દરમિયાન પત્ની જ્યારે રૂમમાં એકલી હતી. ત્યારે હોટલની પાછળના ભાગમાં બારી પાસે અવાજ આવ્યો હતો. પત્ની બારી પાસે જતા કોઈ યુવક દેખાયો હતો અને તેણે બારી માથી રૂમમાં ઘૂસી યુવતીની છેડતી કરી હતી. જોકે યુવતીએ બૂમાબૂમ કરતા હોટલનો સ્ટાફ અને તેનો પતિ તાત્કાલિક દોડી આવ્યા હતા.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...