Saturday, June 27, 2026

AMCના સોલિડવેસ્ટ વિભાગે 12 ટન પ્લાસ્ટિક જપ્ત કરીને ત્રણ એકમો સીલ કર્યા

spot_img
Share

અમદાવાદ : શહેરમાં જાહેર રસ્તા પર ગંદકી અને ન્યુસન્સ કરતા ધંધાકીય એકમો પર AMC સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા તવાઇ બોલાવવામાં આવી છે. જાહેર માર્ગો પર ગંદકી, ન્યુસન્સ કરતાં ધંધાકીય એકમો તેમજ શાકભાજી વેચતા ફેરિયા, પાનના ગલ્લા, ચાની કિટલી, પેપર કપ, પ્રતિબંધિત પ્લાસ્ટીકનો ઉપયોગ, વેચાણ, સંગ્રહ અને ઉત્પાદન કરતા તથા ધંધાકીય એકમોમાં ડસ્ટબિન ન રાખતા એકમોનું સઘન ચેકિંગ હાથ ધરાઇ રહ્યું છે.

AMCના સોલિડ વેસ્ટ વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી છે. પ્રતિબંધિત 12 ટન પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યુ હતું. સાઉથ ઝોનમાં ઇસનપુર અને નારોલમાં પ્રતિબંધિત પ્લાસ્ટિગ બેગ અને સિંગલ યુઝ પ્લાસ્ટિકની ચમચીઓ બનાવતી 3 ફેક્ટરીઓ સીલ કરવામાં આવી તથા આશરે 12 ટન પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરાયુ હતું. ઇસનપુરમાં બે ફેકટરી, લાંભામાં એક ફેક્ટરી સીલ કરાઇ હતી. 10 હજાર પ્રતિબંધિત પ્લાસ્ટિક કપ મળી આવ્યા હતા. પ્રતિબંધિત પ્લાસ્ટિક બેગ અને ચમચીઓનું ઉત્પાદન યુનિટમાં થતું હતું.

આ ઉપરાંત શહેરના ઉત્તર પશ્ચિમ ઝોન સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા જાહેર રસ્તામાં ગંદકી કરનાર અને પબ્લિક હેલ્થ બાયલોઝ મુજબ 57 એકમો તપાસતા આ પ્રકારના કૃત્ય બદલ 38 એકમોને નોટિસ ઇશ્યુ કરી 3.5 કિગ્રા પ્લાસ્ટીકનો જથ્થો જપ્ત કરી 44 હજાર દંડ વસુલ કરાયો હતો અને ચાર અલગ-અલગ એકમ સીલ કર્યા હતા.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...