Tuesday, May 12, 2026

અમદાવાદના આ વિસ્તારમાં ગ્રીન નેટ નહિ લગાવવાને કારણે ત્રણ બાંધકામ સાઈટ સીલ કરાઈ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં વધતા જતા હવાના પ્રદૂષણને નિયંત્રિત કરવા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાર્યવાહી કરાઈ રહી છે.ગોતા વોર્ડમાં ગ્રીનનેટ, સેફટીનેટ તથા બેરીકેટ નહીં હોવાના મામલે ત્રણ ઓનગોઈંગ બાંધકામ સાઈટ તંત્ર દ્વારા સીલ કરાઈ હતી.રુપિયા 1.25 લાખનો દંડ વસુલ કરવા સાથે બાંધકામ સાઈટની રજા ચિઠ્ઠી રદ કરવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદ શહેરમાં AMC કમિશનર દ્વારા એસ્ટેટ વિભાગના અધિકારીઓને આવા બાંધકામ સાઈટો ઉપર ચેકિંગ કરી અને કાર્યવાહી કરવાની સૂચના આપી હતી. જેના પગલે આજે શહેરના ઉત્તર-પશ્ચિમ ઝોનમાં ચાલુ બાંધકામ સાઈટો ઉપર બિલ્ડરો દ્વારા ગ્રીન નેટ નહિ લગાવવાને કારણે ઘાટલોડિયા ઇરીડિયમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, નિત્યમ લક્ઝૂરિયા અને એસજી હાઇ-વે પર ગોતા નજીક ધ એમ્પાયર એમ કુલ ત્રણ જેટલી બાંધકામ સાઈટોને ગ્રીનનેટ અને સેફટી નેટ સહિત પર્યાવરણની જાળવણી અંગેના નિયમોનું પાલન ન કરવા બદલ સીલ કરી અને રજાચિઠ્ઠી રદ્દ કરવામાં આવી છે.

આ ઉપરાંત ઉત્તર-પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા પકવાન ચાર રસ્તાથી માનસી ચાર રસ્તા થઇ અને કેશવબાગ ચાર રસ્તા તેમજ ઇસ્કોન ચાર રસ્તાથી એસજી હાઇવે ઉપર વૈષ્ણોદેવી સર્કલ સુધીના રોડ પર રહેણાંક 61 અને કોમર્શિયલ 366 એમ કુલ 427 મિલ્કતોને ગેરકાયદે પાર્કિંગ અને કોમ્પ્લેક્સ તેમજ રહેણાંક વિસ્તારમાં માર્જિનની જગ્યામાં દબાણ ન થાય તેને ધ્યાનમાં રાખી અને નોટિસ આપવામાં આવી હતી.રોડ પર દબાણ અને માર્જિનની જગ્યામાં દબાણ કરાયું હશે તો એસ્ટેટ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...