અમદાવાદ : ગુજરાતનું ગૌરવ સમાન ગરબા ગુજરાત અને દેશના સીમાડા ઓળંગીને વૈશ્વિક ઓળખ બની ચૂક્યો છે. ગુજરાતના પરંપરાગત ગરબાને UNESCO દ્વારા ‘2023 અમૂર્ત સાંસ્કૃતિક વારસા’ તરીકે પસંદ કરીને હેરિટેજ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડીએ આજે અહીં આ માહિતી શેયર કરી છે. તેમણે કહ્યું કે આ પ્રતિષ્ઠિત માન્યતા પ્રાપ્ત કરનાર ભારતનો આ 15મો વારસો છે.
🔴 BREAKING
New inscription on the #IntangibleHeritage List: Garba of Gujarat, #India 🇮🇳.
Congratulations!https://t.co/c2HMPpStCA #LivingHeritage pic.twitter.com/YcupgYLFjg
— UNESCO 🏛️ #Education #Sciences #Culture 🇺🇳 (@UNESCO) December 6, 2023
પ્રાપ્ત વિગતો મુજબ યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશન સાયન્ટિફિક એન્ડ કલ્ચર ઓર્ગેનાઈઝેશન એટલે કે, UNESCO દ્વારા ગુજરાતના ગરબાને ઇન્ટેન્જિબલ કલ્ચર હેરિટેજ જાહેર કરવામાં આવ્યો છે. UNESCO દ્વારા આયોજિત બોત્સાવાના ખાતે સમારોહનું આયોજન થયું છે. જેનું જીવંત પ્રસારણ આજે સાંજે છ વાગ્યે કરાશે. આ માટે ચાર સ્થળો પરંપરાગત ગરબા સાથે વિશિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે તેમ સરકારની સત્તાવાર યાદીમાં જણાવાયું છે.
ગુજરાતની ગૌરવંતી સાંસ્કૃતિક પરંપરા ‘ગરબા’ને હવે વૈશ્વિક સ્તરે નામના મળી છે. UNESCO દ્વારા આજે ગરબાને વર્ષ 2023નો અમૂર્ત સાંસ્કૃતિક વારસો (આઇસીએચ) જાહેર કરવામા આવ્યો છે. યુનેસ્કો દ્વારા ગરબા લોકનૃત્યની હેરિટેજમાં સ્થાન મળતાં સૌ કોઈ ગૌરવની લાગણી અનુંભવી રહ્યા છે અને ટ્વિટર પર તેને લઈને ટ્વિટ પણ કરી રહ્યા છે.