Monday, April 20, 2026

AMCની સ્વચ્છતા ઝૂંબેશ, ગંદકી કરાતા શહેરના પશ્ચિમની 5 દુકાન સીલ, પૂર્વમાં દબાણો હટાવાયાં

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેરને સ્વચ્છ રાખવા માટે AMC તંત્ર દ્વારા જાહેર રોડ ઉપર ગંદકી, કચરો ફેંકવો, શાકભાજી વેચતા ફેરિયા, પાનના ગલ્લા ચાની કીટલીઓ વગેરે પર પેપર કપનો વપરાશ, પ્રતિબંધિત પ્લાસ્ટિકનું વેચાણ ઉત્પાદન અને સંગ્રહ વગેરે કરનારા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઉત્તર પશ્ચિમ ઝોનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્વારા મેમનગર અને બોડકદેવ વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં જાહેર રોડ પર ગંદકી કરવા બદલ 5 દુકાને સીલ કરવામાં આવી છે. 165 દુકાનને તપાસી 156ને નોટિસ આપવામાં આવી હતી. જ્યારે 4.5 કિલો જેટલું પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી 1.74 લાખનો દંડ વસૂલ્યો હતો.

શહેરના પૂર્વ વિસ્તારમાં નિકોલ ખાતે આવેલા મંગલ પાંડે હોલની સામે AMCના પ્લોટમાં ગેરકાયદેસર રીતે 195થી વધુ દબાણ થઈ ગયા હતા. જેને દૂર કરવામાં આવ્યા હતા. 200થી વધુ પોલીસ કર્મચારીઓના બંદોબસ્ત સાથે એસ્ટેટ વિભાગની ટીમ સવારથી દબાણ દૂર કરવા પહોંચી હતી. સાંજ સુધીમાં 190થી વધુ નાના-મોટા કાચા ઝૂંપડાના મકાનો તોડી પાડવામાં આવ્યા હતા. તેમજ જાહેર રોડ ઉપર ટ્રાફિકને અડચણરૂપ 59 જેટલા વાહનોને લોક મારી 16,600 દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.

સૂત્રોએ જણાવ્યું હતું કે, શહેરમા વધતા જતા એર ક્વોલીટી ઇન્ડેક્સ લઈ AMC દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. કન્સ્ટ્રક્શન સાઈટો ઉડતી ધૂળ અને રજકણોના કારણે પ્રદૂષણ ફેલાતું હોવાથી કાર્યવાહી કરવાના આદેશને પગલે ઉત્તર પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા શહેરના પશ્ચિમ વિસ્તારમાં સોલા પાસે આવેલી એક કન્સ્ટ્રક્શન સાઇટ તેમજ દેવ વિસ્તારમાં એક કન્સ્ટ્રક્શન સાઇટ પર પર્યાવરણની જાળવણી અંગેના પગલા જેવા કે ગ્રીન નેટ સેફ્ટી નેટ તેમજ બેરીકેડ લગાવવામાં આવી નથી જેને લઇને બંને કન્સ્ટ્રક્શન સાઈટને રૂ. 25-25 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. ઉપરાંત વિભાગ દ્વારા સરદાર નગર વોર્ડમાં હાંસોલ ખાતે બની રહેલા બે માળના બાંધકામને દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...