Sunday, October 4, 2026

અમદાવાદમાં મેહુલ બોઘરાનો જબરદસ્ત અંદાજ, ટ્રાફિક પોલીસને આ રીતે ભણાવ્યો કાયદાનો પાઠ

spot_img
Share

અમદાવાદ : સુરતમાં ટ્રાફિક પોલીસના કર્મચારીઓના તોડનો અનેકવાર ભેદ ખોલનાર એડવોકેટ મેહુલ બોઘરા ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. આ વખતે સુરત નહીં પરંતુ અમદાવાદમાં ટ્રાફિક પોલીસને મેહુલ બોઘરાએ ટ્રાફિકના નિયમોનું ભાન કરાવ્યું હતું અને ભૂલ સુધાર્યા બાદ જ ટ્રાફિક ક્રેનને જવા દીધી હતી. હકીકતમાં નિકોલ વિસ્તારમાં ટ્રાફિક ક્રેન ઓવરલોડિંગમાં જઈ રહી હતી, જેને લઈને એડવોકેટ મેહુલ બોઘરાએ ક્રેનને અટકાવી હતી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ એડવોકેટ મેહુલ બોઘરા અમદાવાદના નિકોલ વિસ્તારમાં કુંજ મોલ ખાતે હતા. અહીં નો પાર્કિંગમાં ટુ-વ્હીલર પાર્ક કરેલા હોવાથી ટ્રાફિક ક્રેન તેને ટો કરવા આવી હતી. જોકે લોકોને દંડ કરતા ટ્રાફિક વિભાગની ક્રેન જ ઓવરલોડિંગ હતી. ક્રેનની 6 ટુવ્હીલરની કેપેસિટી સામે તેમાં 13થી 14 જેટલા ટુ-વ્હીલર જોખમી રીતે ચડાવી દેવામાં આવ્યા હતા. જેને લઈને મેહુલ બોઘરાએ ક્રેનને અટકાવી હતી અને પોલીસને નિયમ મુજબ 1000 રૂપિયાનો દંડ ભરવા કહ્યું હતું.

આ બાદ તેમણે ટ્રાફિક વિભાગમાં ફોન કરીને આ અંગે ફરિયાદ કરી હતી. આ બાદ DCP સફિન હસનની ઓફિસમાં પણ ફોન કરીને ફરિયાદ કરી હતી. જોકે ત્યાંથી જવાબ મળ્યો કે વાહન ઓવરલોડિંગ હોય તો બાઈકને ઘરે થોડા લઈ જાય. સમગ્ર ઘટના તેમણે ફેસબુકમાં લાઈવ કરી હતી. જે બાદ આખરે ટ્રાફિક પોલીસને પોતાની ભૂલ સમજાઈ અને વધારાના વાહનો નીચે ઉતારી નાખ્યા હતા.મેહુલ બોઘરાએ લોકોને અપીલ કરી હતી કે, અમ સમગ્ર અમદાવાદની અન્ય જગ્યાઓ પણ આવી જ રીતે ટ્રાફિક ક્રેન ઓવરલોડિંગમાં ચાલતી હોય છે. અમદાવાદની જનતાએ CMVR-93, MV ACT-194(1A) મુજબ વિરોધ ઉઠાવો જોઈએ અને DCP ટ્રાફિકમાં ફરિયાદ કરવી જોઈએ.

સુરતના યોગી ચોકમાં રહેતા વકીલ મેહુલ ભાઈ બોઘરાએ બી.કોમ. કર્યા બાદ વડોદરામાંથી LLB કરીને સુરતમાં ક્રિમિનલ પ્રેક્ટિસ કરે છે. જોકે તેમણે છેલ્લા બે વર્ષથી પોલીસ અધિકારીઓથી લઈને સરકારી તંત્રમાં ચાલતી લાપરવાહી સામે બંડ પોકાર્યું છે અને અધિકારીઓ કે કર્મચારીઓ દ્વારા ખુલ્લેઆમ થતાં કાયદાના ભંગને સોશિયલ મીડિયામાં જાહેર કરવાનું કામ શરૂ કર્યું છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...