29.9 C
Gujarat
Thursday, November 21, 2024

જૂની જર્જરિત EWS, LIG, LMIG અને MIG વસાહતોમાં 50 ચોરસ મીટર કાર્પેટ આપવામાં આવે : ગુજરાત હાઉસીંગ વસાહત મંડળ

Share

અમદાવાદ : ગુજરાત હાઉસીંગ વસાહત મંડળના પ્રમુખ દિનેશ બારડ જણાવે છે કે ગુજરાત સરકાર હરહંમેશ આમ જનતાનું હિત અને તેમના દરેક વ્યથા અને પીડાને દુર કરવાનું કામ કરે છે.અને તેના અનુસંધાને હાઉસીંગ બોર્ડ દ્વારા બનાવવામાં આવેલ વર્ષો જુના મકાનો જર્જરિત થઈ ગયા હોવાથી તેને નવા બનવા માટે ગુજરાત સરકારે 2016 માં સરકાર અને સરકારી બોર્ડ દ્વારા બનાવામાં આવેલ રહીશોના 25 વર્ષ જૂની વસાહતો માટે રિડેવલપમેન્ટ માટેની પોલીસી 2016 જાહેર કરવામાં આવી છે જે અંતર્ગત અત્યાર સુધીમાં ગણીગાંઠી જ વસાહતો એટલે કે 3 કે 4 જેટલી વસાહતોનું રિડેવલપમેન્ટ સફળ થયું છે. બાકી મોટાભાગની વસાહતો તેનો લાભ લઇ શકે તેમ નથી.કેમકે ગુજરાતમાં મોટાભાગની જૂની વસાહતો EWS, LIG, LMIG અને MIG છે. જે વર્ષો જૂના નિયમ અનુસાર જૂનો કાર્પેટ એરિયા 20 ચોરસ મીટર થી 30 ચોરસ મીટર કાર્પેટ એરિયા મળતો હતો.જે હાલ કેટેગરી મૂજબ નવા પ્રમાણે ગણો ઓછો મળે છે.અને અગાઉ 1982 ની હાઉસીંગ બોર્ડની રજીસ્ટ્રેશન સ્કીમ હેઠળ MIG માં મકાન મેળવવા રજીસ્ટ્રેશન કરાવેલ, પરંતુ જે તે વખતે મકાનોની અછતને કારણે MIG માં ફોર્મ ભરવાવાળાને પણ LMIG કેટેગરીનાં મકાનો 1988 સુધીમાં ફાળવી દેવામાં આવ્યા હતા.એટલે તેમને પણ ઓછો કાર્પેટ એરિયા મળેલ, તેવી આ જૂની વસાહતોમાં હાલમાં 2016 ની રિડેવલપમેન્ટની પોલીસીના 3:1 બ-૩ પ્રમાણે 140 ટકા અથવા 30 ચોરસ મીટર કાર્પેટ બેમાંથી જે વધારે હોય તે એરિયા રિડેવલપમેન્ટમાં મળે છે એટલે જુના EWS, LIG, LMIG અને MIG નો જૂનો કાર્પેટ એરિયા બહુજ ઓછો હોવાને કારણે રિડેવલપમેન્ટમાં બહુજ નહિવત કાર્પેટ એરિયા મળે છે એટલે આવી વસાહતો તેમાં જોડાતી નથી અને આવી વસાહતો 80 ટકા જેવી ગુજરાતમાં છે. અને ઉપરોકત કારણોસર જર્જરીત હાલતમાં રહેલી સોસાયટીઓ જોડાતી નથી. પરંતું જો 2016 ની રિડેવલપમેન્ટ પોલીસીમાં 3:1 બ-૩ માં જો હયાત કાર્પેટ વિસ્તારનાં 140 ટકા અથવા 50 ચોરસ મીટર બેમાંથી જે વધારે હોય તે પ્રમાણે આપવામાં આવે તે પ્રમાણે સુધારો કરવામાં આવે તો રિડેવલપમેન્ટમાં બધી જ વસાહતોને નવું બાંધકામ ઓછામાં ઓછું 50 ચોરસ મીટર મળે એટલે બધી જ વસાહતો જોડાય અને સરકારનો હેતુ સફળતા પૂર્વક પાર પડે અને જર્જરિત મકાનોની ભવિષ્યની જાનહાની ટાળી શકાય.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles