અમદાવાદ : અમદાવાદનું સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈલેક્ટ્રીકલ વાહનો (EV) માટે સૌ પ્રથમ ચાર્જિંગ સ્ટેશનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ નવું EV ચાર્જિંગ સ્ટેશન એરપોર્ટના ડોમેસ્ટિક ટર્મિનલની એન્ટ્રી પોઈન્ટની નજીકમાં વ્યવસ્થા કરવામાં આવી છે. નવા EV ચાર્જિંગ સ્ટેશનમાં ડ્યુઅલ ગન સિસ્ટમ સાથે બે ચાર્જર સામેલ કરવામાં આવ્યા છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય વધુને વધુ વાહનોને ચાર્જિંગ સેવાઓ પૂરી પાડવાનો છે.
નવા EV ચાર્જિંગ સ્ટેશનમાં ડ્યુઅલ ગન સિસ્ટમ સાથે બે ચાર્જર સામેલ કરવામાં આવ્યા છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય વધુને વધુ વાહનોને ચાર્જિંગ સેવાઓ પૂરી પાડવાનો છે. ઇન્સ્ટોલ કરેલા બંને ચાર્જર અલગ-અલગ પ્રોટોકોલ ધરાવે છે. એક ડ્યુઅલ ગન સાથે CCS2 (સંયુક્ત ચાર્જિંગ સિસ્ટમ) (60 KW) અને બીજી GBT (40 KW) ડ્યુઅલ ગન છે.
કોઈપણ ફોર-વ્હીલરને લગભગ એક કલાકમાં બંને ચાર્જર 80% સુધી ચાર્જ કરી શકે છે. ચાર્જિંગની ગતિ વાહનના ડ્રોઇંગ પાવર પર આધારિત છે, જે EV અને કારના મેકમાં ઇન્સ્ટોલ કરેલી બેટરી મેનેજમેન્ટ સિસ્ટમ દ્વારા નિયંત્રિત થાય છે. કારની ચાર્જિંગ સ્પીડ કારના નિર્માણ પર વધુ નિર્ભર છે.