અમદાવાદ : અમદાવાદના નવા વાડજ ખાતે 132 ફૂટ રીંગ રોડ પર આવેલ વ્યાસવાડી ચાર રસ્તા પાસે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ભગવાન પરશુરામની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રતિમા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તૈયાર કરવામાં આવી છે.આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ પણ વિશેષ ઉપસ્થિત રહી ભગવાન પરશુરામની આરતી ઉતારી અને શ્રદ્ધાપૂર્વક દર્શન કર્યા હતા.
આ પ્રતિમા અનાવરણ પ્રસંગે મહેસૂલ મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી, આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ, રાજયકક્ષાના ઉદ્યોગમંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા તથા શહેરના મ્યુનિસિપલ કમિશનર લોચન શહેરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશભાઈ બારોટ સહિતના કોર્પોરેશનના પદાધિકારીઓ, ધારાસભ્યશ્રીઓ અને કોર્પોરેટરશ્રીઓ તથા બ્રહ્મ સમાજ સહિત અનેક સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.