સુરત : સુરતના ગ્રીષ્મા હત્યાકાંડમાં આજે દોષિત ફેનીલને આજે કોર્ટ સજા સંભળાવાઈ છે. ગ્રીષ્માને આખરે ન્યાય મળ્યો છે. કોર્ટે આરોપી ફેનીલને ફાંસીની સજા સંભળાવી છે. નામદાર જજ વિમલ કે વ્યાસએ ફેનિલને આ સજા સંભળાવી છે.ચાર્જશીટના 70 દિવસ બાદ જ ચુકાદો આવ્યો છે.
મહત્વનું છે કે ગ્રીષ્મા હત્યા કેસમાં દોષિત જાહેર થયેલા ફેનિલ ગાયાણીને સેશન્સ કોર્ટ દ્વારા દોષિત ઠેરવવામાં આવ્યો હતો. ફેનીલને સુનાવણી દરમિયાન કોર્ટમાં લાવવામાં આવ્યો હતો. જેમાં 188 દસ્તાવેજી પુરાવા રજૂ કરાયા હતા. આ કેસની તપાસમાં 2500 પાનાની ચાર્જશીટ દાખલ કરાઈ હતી. પોલીસે માત્ર 7 દિવસમાં આ ચાર્જશીટ ફાઈલ કરી દીધી હતી.
ગત સુનવણીમાં કોર્ટમાં શું થયું હતું ?
– ફેનિલ 302, 307, 342 સહિતની કલમ અંતર્ગત દોષિત જાહેર
– વીડિયો, પ્રત્યક્ષદર્શીના નિવેદન સહિતના પુરાવા સ્વીકારાયા
– ષડયંત્ર પૂર્વક હત્યા કરાઇ હોવાનું કોર્ટે સ્વીકાર્યું
– કહેવાતા પ્રેમ પ્રકરણના ફોટોથી પ્રેમ પુરવાર થયો નથી
– કોર્ટે બંને પક્ષે પુરતો સમય આપ્યો હતો
– આરોપીને 900 સવાલો સાથે ફર્ધર સ્ટેટમેન્ટ 300 પાનાનું હતું
– પ્રેમ હોય તો હત્યા કરવાનું લાયસન્સ મળતું નથીઃ વકીલ
– આરોપીએ જે શંકા ઉભી કરી તે વ્યાજબી નથીઃ વકીલ
– આરોપી ફેનિલે સજા બાબતે કહ્યું મારે કંઇ કહેવું નથી
– હત્યાનો વીડિયો મહત્વનો પુરાવો સાબિત થયો