31.2 C
Gujarat
Friday, May 16, 2025

કોંગ્રેસે વધુ એક યાદી કરી જાહેર, રૂપાલા સામે આ નેતાને ઉતાર્યા મેદાને

Share

અમદાવાદ : લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસે વધુ એક યાદી જાહેર કરી છે. ગુજરાતની બાકી ચારેય બેઠકો પર ઉમેદવારના નામ જાહેર કરવામાં આવ્યા છે. અમદાવાદ પૂર્વ,મહેસાણા,નવસારી અને રાજકોટ બેઠક માટે ઉમેદવારોના નામની યાદી જાહેર કરવામાં આવી છે. રાજકોટમાં ભાજપના કડવા પાટીદાર સામે કોંગ્રેસના લેઉવા પાટીદારનો જંગ જામશે. નોંધનીય છે કે, રાજકોટ બેઠક હાલમાં હેડલાઈનમાં છે. પરશોત્તમ રુપાલા નિવેદન બાદ સમગ્ર રાજ્યની નજર આ બેઠક પર ટકેલી છે.

ગુજરાત કોંગ્રેસના વધુ 4 ઉમેદવાર જાહેર

અમદાવાદ પૂર્વથી હિંમતસિંહ પટેલને ટિકિટ
રાજકોટથી પરેશ ધાનાણી લડશે ચૂંટણી
મહેસાણાથી રામજી ઠાકોર કોંગ્રેસના ઉમેદવાર
નવસારીથી નૈષધ દેસાઈને કોંગ્રેસની ટિકિટ

ગુજરાતની બાકી રહેલી ચારેય બેઠકો પર પોતાના ઉમેદવારના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે. જેમાં અમદાવાદ પૂર્વ, મહેસાણા, નવસારી અને રાજકોટ બેઠક માટે કોંગ્રેસે પોતાના ઉમેદવારોના નામની યાદી જાહેર કરી છે. આ સાથે જ કોંગ્રેસે ગુજરાતની તમામ 26 બેઠક પર પોતાનાઉમેદવાર મેદાને ઉતાર્યા છે. એટલું જ નહીં, વિધાનસભાની પેટાચૂંટણી માટે પણ ગુજરાત કોંગ્રેસે 5 ઉમેદવાર જાહેર કર્યા છે.

વિધાનસભાની પેટાચૂંટણી માટે કોંગ્રેસના 5 ઉમેદવાર જાહેર

વીજાપુરથી દિનેશ પટેલને ટિકિટ
પોરબંદરથી રાજુ ઓડેદરાને ટિકિટ
માણાવદરથી હીરાભાઈ કાંસગારાને ટિકિટ
ખંભાતથી મહેન્દ્રસિંહ પરમારને ટિકિટ
વાઘોડિયાથી કનુભાઈ ગોહિલને ટિકિટ

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles