Thursday, January 15, 2026

અમદાવાદનો સનસનાટી મચાવે તેવો કિસ્સો, 16 વર્ષીય સગીરા પર પરિણીત યુવકે આચર્યું દુષ્કર્મ, પોલીસે કરી ધરપકડ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના સરખેજમાં બોપલ બ્રિજ નજીક 16 વર્ષની સગીરા સાથે દુષ્કર્મનો બનાવ બન્યો છે. આરોપી વિપુલ વાઘેલાએ 16 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચર્યું છે. ઘટનાની વાત કરીએ તો કન્સ્ટ્રકશન સાઇટ પર મજૂરી કરતો પરિવાર બોપલ બ્રિજ નીચે ફૂટપાથ પર સૂતો હતો. ત્યારે એક 16 વર્ષની સગીરા પોતાની માતા સાથે સુઈ રહી હતી. તે સમયે આરોપીએ તેનો મો દબાવીને ત્યાંથી લઈ ગયો હતો. ત્યારબાદ તેના પર દુષ્કર્મ આચર્યું હતું. જે મામલે સરખેજ પોલીસે ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદ શહેરના સરખેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દુષ્કર્મની ઘટના સામે આવી છે. સરખેજની હદમાં આવતા બોપલ વકીલ સાહેબ બ્રિજની નીચે શ્રમીક પરિવાર વસવાટ કરે છે. જ્યાં શનિવારે રાતના સમયે 16 વર્ષની સગીરા સુઈ રહી હતી તે સમયે 19 વર્ષીય વિપુલ વાધેલા ત્યાં આવ્યો હતો અને સગીરાનું મોઢુ દબાવી બળબજરી પુર્વક તેની સાથે શારિરીક સંબંધ બાંધ્યા હતા. જે ઘટનાને લઈને સગીરાએ માતાને જાણ કરતા માતાએ સરખેજ પોલીસ મથકે આરોપી સામે ફરિયાદ નોંધાવી હતી.

સરખેજ પોલીસે દુષ્કર્મ અને પોક્સોનો ગુનો દાખલ કરી ગુનામાં સામેલ આરોપી વિપુલ વાધેલાની ધરપકડ કરી છે. આરોપી પોતે પરિણીત હોવાનું તપાસમાં સામે આવ્યું છે અને તેની પત્ની હાલ ગર્ભવતી છે. હાલ તો સરખેજ પોલીસે સગીરાનું મેડિકલ ચેકએપ કરાવીને તેમજ આરોપીને કોર્ટમાં રજૂ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...