Friday, October 9, 2026

નરોડામાં અમિત શાહનો જીતના આત્મવિશ્વાસ સાથે હુંકાર, ભાજપનો રથ ખુબ ઝડપથી 400 પારની દિશામાં છે

spot_img
Share

અમદાવાદ : લોકસભા ચૂંટણીના પ્રચારને લઈને આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ક્ષત્રિયોના વર્ચસ્વ ધરાવતાં એવા નરોડા વિસ્તારમાં અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક માટે અમિત શાહે નરોડા ગામમાં જાહેર સભા સંબોધી હતી. જો કે, વિરોધ થવાની શક્યતા વચ્ચે પોલીસના ચુસ્ત બંદોબસ્તમાં અમિત શાહની જાહેર સભામાં યોજાઈ હતી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ જાહેર સભા સંબોધતા અમિત શાહે જણાવ્યું હતું કે, સૌથી પહેલાં આપની માફી માગું છું. આવવામાં એક કલાક મોડું થયું. ગુજરાતમાં 7મી તારીખે મતદાન થવાનું છે. ચૂંટણીના બે તબક્કા પૂરા થયા છે. આજે નરોડાની જનતા સામે બે તબક્કાના પરિણામ કહું છું કે, આપણા નરેન્દ્રભાઇ 100 પૂરી કરી છે. ભાજપનો રથ ખુબ ઝડપથી 400 પારની દિશામાં છે. ત્રીજા તબક્કામાં ગુજરાતની 25 બેઠકો છે. મને વિશ્વાસ છે કે 25 બેઠક પર કમળ ખીલવાનું છે.અને ભાજપના ઉમેદવારો દિલ્હી પહોંચશે.

શહેર હોય કે ગામ જંગલ હોય કે દરિયા-કિનારા, પહાડ હોય કે મેદાન દરેક જગ્યાએ વિકાસ પહોંચાડવાની શરૂઆત નરેન્દ્ર મોદીની સરકારમાં થઈ છે. અમિત શાહે કોંગ્રેસ પર પ્રહાર કર્યો કે કોંગ્રેસના રાજમાં 6-6 મહિના કર્ફ્યુ રહેતો હતો. આજે જુવાનિયાને પૂછો તો ખબર જ ન હોય કર્ફ્યૂ એટલે શું? શાહે ઉમેર્યુ કે ગુજરાતને હુલ્લડ મુક્ત કરવાનુ કામ નરેન્દ્ર મોદીએ કર્યુ. બોંબ ધડાકા કરનારાઓ અને દેશવિરોધી તત્વોને શોધી શોધીને જેલમાં નાખવાનુ કામ નરેન્દ્ર મોદીની સરકારમાં થયુ અને દેશની સીમાઓને સુરક્ષિત કરવામાં આવી.

અમિત શાહે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગે પર નિશાન સાધ્યુ અને કહ્યુ કે ખરગેએ નિવેદન આપ્યુ હતુ કે કે રાજસ્થાન અને ગુજરાતને કાશ્મીર સાથે શું લેવા દેવા પરંતુ ખરગેને કહેવુ છે કે નરોડાનો એક એક યુવાન કાશ્મીર માટે જીવ આપતા ન ખચકાય.અમિત શાહે કહ્યુ દેશમાંથી આતંકવાદ અને નક્સલવાદની સમાપ્તિનું કામ નરેન્દ્ર મોદીએ કર્યુ. આજે જ છત્તીસગઢના 9 નક્સલવાદીઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા., હવે સરકાર બનશે તો દેશમાંથી નક્સલવાદ હટાવીને રહેશુ.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગિફ્ટ સિટી નજીક મેટ્રો ટ્રાયલ રનમાં ‘બ્રેક’, કેમ અચાનક અટકી કામગીરી?

ગાંધીનગર : GMRC સંચાલિત મેટ્રો રેલ પ્રોજેક્ટના ટ્રાયલ રન દરમિયાન અચાનક એક મોટી ટેકનિકલ ક્ષતિ સર્જાવાની ઘટના સામે આવી છે.શુક્રવારે (નવમી ઓક્ટોમ્બર) સવારે ગાંધીનગરમાં...

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...