Friday, June 26, 2026

ધાર્મિક સ્થળો, શાળા-કોલેજો, મનોરંજન સ્થળોની તપાસ, ફાયર NOC ન હોય તેની સામે કેસ થશે

spot_img
Share

ગાંધીનગર : ગુજરાતમાં કોઈ મોટી દુર્ઘટના બને ત્યાર પછી થોડા દિવસ માટે સરકારી તંત્ર એલર્ટ થઈ જાય છે અને જાતજાતના આદેશ છૂટવા લાગે છે. તાજેતરમાં રાજકોટમાં ગેમ ઝોનની ઘટના પછી હવે દરેક જગ્યાએ ફાયર NOCનો આગ્રહ રાખવામાં આવી રહ્યો છે. રાજ્ય સરકારે કલેક્ટરોને આદેશ આપ્યો છે કે તમામ ધાર્મિક સ્થળો, શૈક્ષણિક સંસ્થાઓ અને મનોરંજનની પ્રવૃત્તિ થતી હોય ત્યાં ફાયર NOCની ચકાસણી કરવામાં આવે, તથા જ્યાં પરવાનગી લેવામાં આવી ન હોય ત્યાં ગુનો નોંધવામાં આવે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ રાજ્ય સરકારે તમામ જિલ્લા કલેક્ટરને આપેલી સૂચના અનુસાર, રાજકોટની ઘટનાનું રાજ્યમાં ફરીથી પુનરાવર્તન ન થાય તેની તકેદારીના ભાગરૂપે કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યા છે. આ આદેશ અનુસાર, રાજ્યમાં તમામ શહેરનાં મંદિર, મસ્જિદ, સ્કૂલ, કોલેજ, મોલ, થિયેટર, ફૂડ માર્કેટ, વસ્તી ગીચતા ધરાવતા માર્કેટ, ગેમ ઝોન સહિતનાં તમામ સ્થળો કે જ્યાં મોટી સંખ્યામાં પ્રજા એકઠી થાય છે એ તમામ સ્થળોની ચકાસણી કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે.

આ આદેશમાં જણાવ્યું છે કે દરેક જગ્યાએ સ્થાનિક મામલતદાર-નાયબ મામલતદાર અને પોલીસ સંયુક્ત રીતે ચકાસણી કરવા જશે. જે તે એકમમાં ફાયર એનઓસી છે કે નહીં તેની ચકાસણી કરશે. કોઈ એકમ પાસે ફાયર એનઓસી નહીં હોય તો એકમ સામે તાત્કાલિક ગુનો નોંધવા માટેની કાર્યવાહી કરવામાં આવશે.

અલગ અલગ જિલ્લાઓમાં અત્યારે સ્કૂલોમાં પણ ફાયર સેફ્ટી અને ફાયર NOC અંગે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. અમદાવાદમાં ગઈકાલે 150 સ્કૂલોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. અમદાવાદ શહેર અને ગ્રામ્યની મળીને કુલ 1600થી વધુ સ્કૂલોમાં DEO કચેરીની 30થી વધુ ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવશે.

DEO અમદાવાદ શહેર DEO રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, ગઈકાલે 100 સ્કૂલોમા ચેકિંગ કરવામાં આવ્યું હતું. તે પ્રમાણે રોજ 20 ટીમ દ્વારા 100 સ્કૂલમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. 10 દિવસ સુધી ચેકિંગ ચાલુ રહેશે. આ તમામ સ્કૂલોના ડેટા મેળવીને શિક્ષણ વિભાગને પણ આપવામાં આવશે. આ ચેકિંગ દરમિયાન કોઈ સ્કૂલની ખામી દેખાશે તો સ્કૂલ સામે કાર્યવાહી કરવામાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...