Saturday, June 27, 2026

અમદાવાદમાં સ્કૂલ વાન અને રિક્ષાના ભાડામાં 20 ટકાનો વધારો, મોંઘવારી વચ્ચે વાલીઓ પર વધુ એક બોજ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ: ઉનાળુ વેકેશન પૂરું થવામાં છે. આગામી 13 જૂનથી શાળાઓ શરૂ થઈ રહી છે તે પહેલાં જ વાલીઓ પર વધુ એક મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે. વાલીઓને સ્કુલ વાહનોમાં ભાડા વધારો કરવામાં આવ્યો છે. સ્કૂલ શરૂ થતાં જ સ્કૂલ વાન અને રિક્ષાના 20 ટકા જેટલા ભાડા વધારે ચૂકવવા વાલીઓએ તૈયાર રહેવું પડશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશને સ્કૂલ રિક્ષા-વાનમાં ભાવ વધારો કર્યો છે. સ્કૂલ વર્ધી એસોસિયેશનની કારોબારીની બેઠક યોજાઈ હતી, તેમાં આ ભાડા વધારાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અમદાવાદમાં 15,000 અને રાજ્યભરમાં 50,000 થી વધુ સ્કૂલ વેન અને રીક્ષા દોડી રહી છે. તેવામાં નવા શૈક્ષણિક સત્રથી આ ભાવ વધારો અમલીકરણ કરી દેવામાં આવશે.અત્યાર સુધી સ્કૂલ વેનના કિલોમીટર દીઠ 1 હજાર રૂપિયા વસૂલવામાં આવતા હતા જે હવે વાલીઓએ 1200 રૂપિયા ચૂકવવા પડશે. સ્કૂલ વર્ધી એસોસિએશનની કારોબારી બેઠકમાં આ નિર્ણય લેવાયો છે.

સ્કૂલ વાનમાં એક કિમી દીઠ 200 અને સ્કૂલ રીક્ષામાં કિમી દીઠ 100 રૂપિયા ભાડા વધારાનો નિર્ણય કરવામાં આવ્યો છે. છેલ્લે 2021માં ભાડામાં વધારો કરવામાં આવ્યો હતો ત્યારે હવે ફરી ત્રણ વર્ષે ભાવ વધારો કરવામાં આવ્યો છે.સ્કૂલ રિક્ષા અને વાનના ભાવમાં 20 ટકાનો ભાવ વધારો કરાયો છે. આ વધારા પાછળ કારણ એવું કહેવામાં આવ્યું છે કે, ‘RTO રજિસ્ટ્રેશન, ફિટનેશન પાર્સિંગનો 50 હજારનો બોજો આવતા આ ભાવ વધારો નવા શૈક્ષણિક સત્રથી નવો ભાવ વધારો અમલી કરી દેવામાં આવશે.’

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...