Thursday, September 24, 2026

હાર્દિક-નતાશા અલગ થયા; બંનેએ સોશીયલ મીડિયા પર એક સાથે પોસ્ટ મુકી

spot_img
Share

અમદાવાદ : ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને નતાશાના છૂટાછેડા થઈ ચુક્યા છે. લાંબા સમયથી હાર્દિક પંડ્યા અને તેની પત્ની નતાશાના લગ્ન જીવનમાં વિખવાદ અંગે અટકળો ચાલતી હતી. આખરે આ અટકળોનો અંત આવ્યો છે અને હાર્દિક પંડ્યા અને નતાશા મ્યુચ્યુઅલ રીતે અલગ થઈ ગયા હોવાના સમાચારો સામે આવ્યાં છે. ખુદ હાર્દિક પંડ્યાએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ મુકીને આ જાણકારી આપી છે.

હાર્દિક અને નતાશાએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને કોમેન્ટ્સ બંધ કરી દીધી છે. બંનેએ પોસ્ટમાં લખ્યું, ‘4 વર્ષ સુધી સાથે રહ્યા પછી નતાશા અને મેં પરસ્પર સહમતિથી અલગ થવાનો નિર્ણય લીધો છે. અમે સાથે મળીને અમારો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો અને અમારું શ્રેષ્ઠ આપ્યું અને અમે માનીએ છીએ કે આ અમારા બંને માટે શ્રેષ્ઠ છે. આ અમારા માટે મુશ્કેલ નિર્ણય હતો કારણ કે અમે એકતા, પરસ્પર આદર અને સાથીદારીનો આનંદ માણ્યો હતો. જેમ જેમ અમારો પરિવાર વધતો ગયો.

IPL 2024 દરમિયાન પંડ્યા ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યો હતો. એક તરફ તેનો પરિવાર તૂટી રહ્યો હતો અને બીજી તરફ તેનું પ્રદર્શન બગડી રહ્યું હતું. પંડ્યા ટી20 વર્લ્ડ કપ 2024માં ટીમ ઈન્ડિયા માટે રમ્યો હતો. ટીમ ઈન્ડિયા ચેમ્પિયન બન્યા બાદ તે ખરાબ રીતે રડ્યો હતો અને પોતાની દિલની લાગણી વ્યક્ત કરી હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...