Friday, January 23, 2026

BRTS ટ્રેકમાં દોડતી આ ટ્રાફિક ક્રેઇનનું ટોઈંગ કોણ કરશે ? પોલીસ સામે પોલીસ કાર્યવાહી કરશે?

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં ટ્રાફિક પોલીસ કડક રીતે લોકોને નિયમોનું પાલન કરાવે છે. રસ્તે આડેધડ પાર્ક કરેલા વાહનોને ખૂબ જ ઝડપથી ટોઈંગ પણ કરવામાં આવે છે. ત્યારે ટોઈંગ કરેલા વાહનો લઈને જતી ટ્રાફિક પોલીસની ટોઈંગ ક્રેન જ નિયમોનો ભંગ કરતી જોવા મળી છે.દાણીલીમડા વિસ્તારમાં આ ક્રેન બેફામ રીતે BRTS ટ્રેકમાં ચાલી રહી છે. જેમાં વાહન ઉઠાવવાનું કામ કરતા કર્મચારીઓ લટકતા વાહનો પર લાંબા થઈને લોકોના વાહનોમાં ભાંગ-ટૂટ થાય તેની ચિંતા વગર આરામ કરતા જોવા મળ્યા છે. આ અંગે ટ્રાફિક ડીસીપીએ તપાસ શરૂ કરી છે અને ગુનો નોંધવા જણાવ્યું છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં આવેલા BRTS ટ્રેકમાં એક ટ્રાફિક વિભાગની ક્રેન જોવા મળી છે. આ ક્રેનમાં વાહનચાલકોના ટોઈંગ કરેલા વાહનો પણ છે. આ વાહનો પર ક્રેનમાં કામ કરતા ખાનગી વ્યક્તિઓ આરામ ફરમાવતા જોવા મળ્યા હતા. એક જાગૃત નાગરિકે આ અંગેનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો છે. આ વીડિયો દાણીલીમડા BRTS ટ્રેકનો હોવાનું સામે આવ્યું છે. સામાન્ય નાગરિકો BRTS ટ્રેકમાં વાહન ચલાવે તો તે એક ગુનો બને છે, જેની સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે. ત્યારે ટ્રાફિક પોલીસ જ નિયમ ભંગ કરતા જોવા મળી છે. જે અંગે હવે પોલીસ સામે પોલીસ કાર્યવાહી કરશે?

આ અંગે ટ્રાફિક પૂર્વના ડીસીપી સફીન હસને જણાવ્યું હતું કે, ક્રેનનો વીડિયો અમારા ધ્યાન પર પણ આવ્યો છે. અમારી ટીમે આ અંગે તપાસ કરી છે. વીડિયોમાં દેખાતી ક્રેનના ડ્રાઇવર સામે ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવશે. ગુનો નોંધી ડ્રાઇવર સામે પગલાં પણ લેવામાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...