Friday, May 1, 2026

નવા વાડજમાં યુવતીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ કરનાર મંગેતર સામે પોલીસ ફરિયાદ

spot_img
Share

અમદાવાદ: અમદાવાદના વાડજ પોલીસ સ્ટેશનમાં યુવતીએ પોતાના મંગેતર સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. મંગેતરે યુવતીની મરજી વિરુદ્ધ લગ્નની લાલચ આપીને શારીરિક સંબંધ બાંધ્યા હતા. ત્યારબાદ યુવતી ગર્ભવતી થતા મંગેતરને લગ્ન અંગે કહ્યું ત્યારે મંગેતરે લગ્ન કરવાની ના પાડી હતી. જેથી, યુવતીએ મંગેતર વિરુદ્ધમાં વાડજ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, નવા વાડજ વિસ્તારમાં રહેતી યુવતીએ તેના મંગેતર વિરુદ્ધમાં વાડજ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરીયાદ દાખલ કરાવી છે. યુવતીની સગાઇ સમાજના રીત રિવાજ મુજબ થઇ હતી. સગાઇ બાદ યુવક યુવતીના ઘરે રહેતો હતો. અને જ્યારે પણ યુવતીના માતા પિતા ઘરે હાજર ના હોય ત્યારે યુવક શરીર સંબંધ બાંધવા માટે કહેતો હતો. જો કે યુવતી ઇન્કાર કરે તો તેને આપણે લગ્ન કરવાના છીએ કહીને અવાર નવાર તેની સાથે શારીરિક સંબંધ બાંધતો હતો.યુવક ત્રણેક મહીના બાદ તે તેના ઘરે જતો રહ્યો હતો. પરંતુ ક્યારેક તે યુવતીને મળતા માટે આવતો હતો. આ દરમિયાન યુવતીએ મેડીકલમાંથી પ્રેગનેન્સી કીટ લાવીને તપાસ કરતા જાણવા મળ્યુ હતું કે તે પ્રેગનેન્ટ છે. જેથી તેણે તેના મંગેતરને વાત કરતા તેણે ફોન કટ કરી દીધો હતો.

યુવક બાદમાં તેનો કોઇ કોન્ટેક્ટ થઇ શક્યો ન હતો. જો કે ત્યારબાદ તેઓ જ્યારે મળ્યા ત્યારે યુવતીએ ફરીથી તેની પ્રેગનેન્સી બાબતે તેમજ લગ્ન બાબતે વાત કરતા તે ઉગ્ર થઇ ગયો હતો.કહ્યું હતું કે તારો નેચર મને ગમતો નથી, તારે પ્રેગનેન્સીનું જે કરવું હોય તે કર હું તારી જોડે લગ્ન કરીશ નહીં અને જતો રહ્યો હતો. જેથી જે અંગે યુવતીએ પોલીસને જાણ કરતા પોલીસએ ફરીયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...