Friday, May 1, 2026

અમદાવાદમાં અકસ્માતની બે અલગ અલગ ઘટનાઓમાં 60 વર્ષીય વ્યક્તિ સહિત બેનાં મોત

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેરમાં અકસ્માતની બે અલગ અલગ ઘટનાઓમાં, એક હાટકેશ્વર બ્રિજ નીચે, જયારે બીજી એસજી હાઈવે પર અકસ્માતના બે ઘટનાઓમાં 60 વર્ષીય વ્યક્તિ સહિત બેનાં મોત નીપજ્યાં હતાં. હાટકેશ્વર બ્રિજ પાસે રોડ ક્રોસ કરી રહેલા સિનિયર સિટીઝનને રિક્ષાએ ટક્કર મારી હતી. જ્યારે એસજી હાઈવે પર એટીએસ કટ પાસેથી રોડ ક્રોસ કરી રહેલા પુરુષનું પિકઅપ વાનની ટક્કરથી મોત નીપજ્યું હતું. બંને અકસ્માત મામલે ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમરાઈવાડીની ભક્તિ પોળમાં રહેતા 60 વર્ષીય પ્રકાશભાઈ ડીગે છૂટક મજૂરી કામ કરતા હતા. ગત 19 તારીખે સવારના સમયે કામ અર્થે તેઓ હાટકેશ્વર બ્રિજ નીચે ગયા હતા. જ્યાંથી તેઓ ચાલતા રોડ ક્રોસ કરી રહ્યા હતા, તે સમયે પૂરપાટ ઝડપે આવેલી એક રિક્ષાએ પ્રકાશભાઈને ટક્કર મારી હતી, જેના કારણે પ્રકાશભાઈ જમીન પર પટકાયા હતા અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટનાથી આસપાસના લોકો ભેગા થઈ જતા અકસ્માત કરનારો રિક્ષાચાલક જ પ્રકાશભાઈને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયો હતો અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. બીજી બાજુ 6 દિવસની સારવાર બાદ ફરજ પરના ડોક્ટરે પ્રકાશભાઈને મૃત જાહેર કર્યા હતા. આ મામલે આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસે અકસ્માત કરનારા રિક્ષાચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.

જ્યારે બીજી ઘટનામાં યુવક શુક્રવારે રાત્રીના સમયે વૈષ્ણદેવીથી ગોતા તરફ જતા એસજી હાઈવે રોડ પર એટીએસ કટની સામેથી રોડ ક્રોસ કરી રહ્યો હતો તે સમયે ઓ‌વરસ્પીડમાં આવેલી એક પિકઅપ વાને પુરુષને ટક્કર મારી હતી, જેથી હવામાં ફંગોળાઈને તે જમીન પર પટકાતાં ઇજાગ્રસ્ત થયો હતો.તેનું પણ હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું. આ મામલે એસજી હાઈવે ટ્રાફિક પોલીસે ફરાર પિકઅપવાન ચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે. તો બીજી બાજુ મૃતકની ઓળખ કરવાની પણ કાર્યવાહી શરૂ કરાઈ છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...