Tuesday, January 13, 2026

અમદાવાદની આ શાળાઓમાં તોતિંગ ફી વધારો ઝીંકાયો, કઈ શાળામાં કેટલો ફી વધારો કરાયો, જાણો ?

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં ફી રેગ્યુલેટરી કમિટીએ સોમવારે ફી વધારો માંગતી શાળાઓ માટે નવા ફી માળખાનું અનાવરણ કર્યું છે. સરેરાશ વધારો 5%-7% છે, અને વધારો રૂ. 3,000 થી રૂ. 12,000 સુધીનો છે.ત્યારે આ મંજૂરીથી FRC દ્વારા 3 હજાર થી 12 હજારનો ફી વધારો મંજુર કરાયો છે. ત્યારે નવી ફીની જાહેરાત બાદ કી શાળામાં કેટલો ફી વધારો થયો તે જાણી લો.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદની કેટલીક સ્કૂલોની ફી 5થી 7 ટકા અને કેટલીક સ્કૂલોની ફી 10 ટકા સુધી વધી છે. એકંદરે 3 હજારથી લઈને 12 હજાર રૂપિયા સુધીનો ફી વધારો થયો છે. આમ, અમદાવાદમાં શિક્ષણ મોંઘું બન્યું છે.ફીમાં વધારો થતા વાલીઓનું બજેટ આ મોંઘવારીમાં ભાંગી જશે. ફી વધારા બાદ વાલીઓ પર આર્થિક બોજ ઝીંકવામાં આવ્યો છે. ફી વધારાને લઈને વાલીઓમાં રોષની લાગણી ફેલાઈ છે.

ગુજરાતમાં થોડા સમય પહેલા અમદાવાદ સહિતના ચારેય ઝોનની નવી ફી કમિટીઓની રચના કરી છે. આપને જણાવી દઈએ કે નવા શક્ષિક સત્રની શરૂઆત બાદ પણ અમદાવાદની લગભગ 150થી વધુ શાળામાં નવા ફ્રી નક્કી કરવાની બાકી હતી. ત્યારે અમદાવાદ ઝોનની કમિટી દ્વારા શહેરની બાકી રહેલી 150થી વધુ સ્કૂલોમાંથી કેટલીક સ્કૂલોની નવી ફી નક્કી કરી દેવામા આવી છે. જેમાં દરખાસ્ત કરનારી સ્કૂલોની ફીમાં 5થી 7 ટકાનો વધારો કરવામા આવ્યો છે.

કઈ શાળામાં કેટલો ફી વધારો કરાયો
અમદાવાદ ઈન્ટર.સ્કૂલની રૂ.1.08 લાખ રૂપિયા હતી. જે હવે રૂ.1.20 લાખ રૂપિયા થઈ છે.
એપોલો ઈન્ટરનેશનલ સ્કૂલની ફી 99 હજાર રૂપિયા હતી. જે હવે 1.04 લાખ રૂપિયા થઈ છે.
ગ્લોબલ ઈન્ડિયન સ્કૂલની ફી 91 હજાર રૂપિયા હતી તે 95 હજાર રૂપિયા થઈ છે
આનંદનિકેતન સ્કૂલની ફી 83 હજાર રૂપિયા હતી જે વધીને 91 હજાર રૂપિયા થઈ છે
ડીપીએસ બોપલ સ્કૂલની ફી 80 હજાર રૂપિયા હતી જે વધીને 84 હજાર રૂપિયા થઈ છે
એસ.એચ.ખારાવા સ્કૂલની ફી 32 હજાર રૂપિયા હતી જે 35 હજાર રૂપિયા થઈ છે.
શિવ આશિષ સ્કૂલની ફી 57,500 રૂપિયા હતી. જે વધીને 61 હજાર રૂપિયા થઈ છે.
કે.એન પટેલ સ્કૂલની ફી 77 હજારથી વધીને 81 હજાર રૂપિયા થઈ
સંત કબીર સ્કૂલની ફી 95,400થી વધીને 97,900 રૂપિયા થઈ છે.
એચ.બી.કાપડીયા સ્કૂલની ફી 57 હજાર રૂપિયા હતી તે વધીને 60 હજાર રૂપિયા કરાઈ.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...

અંબાજી શક્તિપીઠમાં ઈતિહાસ બદલાયો: હવે આઠમની મહાપૂજાના દર્શન તમામ ભક્તો કરી શકશે!

અંબાજી : શક્તિપીઠ અંબાજી મંદિરને લઇ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. અંબાજી મંદિર સ્થાપના બાદનો અત્યાર સુધીનો સૌથી મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે....