Saturday, May 2, 2026

નવા વાડજ અર્બન હેલ્થ સેન્ટર ખાતે 78મા સ્વાતંત્ર્ય પર્વની ભારે ઉત્સાહભેર ઉજવણી

spot_img
Share

અમદાવાદ : શહેરના નવા વાડજ ખાતે આવેલ અર્બન હેલ્થ સેન્ટરમાં 78 માં સ્વાતંત્ર પર્વ નિમિત્તે ધ્વજ વંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં વાડજ પોલીસ સ્ટેશનના પીઆઇ સી.જી. જોશી, પૂર્વ કાઉન્સીલર મનુભાઈ ભરવાડ, સ્થાનિક આગેવાન વાસુદેવ ગોહિલ તથા ભાનુભાઈ બારોટ અને શાયોના ફેશનવાળા જય કિશનભાઇ ભાવસાર સહિત અન્ય લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા અને રાષ્ટ્રગાન ગાવામાં આવ્યું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ, નવા વાડજ ખાતે આવેલ અર્બન હેલ્થ સેન્ટરમાં 78 માં સ્વાતંત્ર પર્વની ઉજવણીનો કાર્યક્રમનો શુભારંભ દેશભક્તિમય વાતાવરણમાં ઉપસ્થિત અતિથિઓના સ્વાગતથી થયો હતો.અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસર જીગર સોલંકી, સુપરવાઇઝર મનીષ પરમાર, સ્ટાફ નર્સ ખુશ્બુ રાઠોડ તથા આરોગ્ય કર્મી સ્મિતા પરમારના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોએ સ્વતંત્રતા પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી.

આજના આ સ્વતંત્રતા પર્વની ઉજવણી નિમિત્તે અર્બન હેલ્થ સેન્ટરમાં કાર્યરત તમામ આરોગ્ય લક્ષી સેવા આપતા સ્ટાફ તેમજ અન્ય તમામ સ્ટાફનું સર્ટિફિકેટ તથા પુષ્પગુચ્છ આપી બહુમાન કરવામાં આવ્યું હતું. આઝાદીના આ પર્વને હર્ષોઉલ્લાસથી ઉજવવા મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો જોડાયા હતા.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...