અમદાવાદ : અમદાવાદના નરોડા વિસ્તારમાં હૈયું હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. જેમાં માતાએ પુત્ર સાથે ત્રીજા માળેથી કૂદકો મારી આત્મહત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. માતા માનસિક રીતે અવસ્થ હોવાથી દવા ચાલી રહી હોવાનું પણ સામે આવ્યું છે. એક તરફ જ્યાં પરિવાર પર માતમ છવાયો છે, ત્યારે સોસાયટીના રહીશો પણ આ ઘટનાને લઈને આઘાતમાં સરી પડ્યા છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, નરોડાના હંસપુરા વિસ્તારમાં 33 વર્ષીય વિરાજબેન વાણીયાએ 8 વર્ષના પુત્રને ત્રીજા માળેથી ફેંક્યા બાદ તેમણે પણ કૂદકો મારી આત્મહત્યા કરી લીધી છે. વિરાજબેનના પતિ મિતેશકુમાર વાણીયા હિંમતનગર ડોગ સ્ક્વોડમાં પોલીસ ખાતામાં ફરજ બજાવે છે. આ બનાવ અંગેની પ્રાથમિક તપાસમાં સ્થાનિક પોલીસને જાણવા મળ્યું છે કે, બાળક માનસિક બીમારી હતું, જ્યારે માતાની માનસિક બીમારીની દવા ચાલી રહી હતી. હાલ ક્યાં કારણસર આ પગલું ભર્યું તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.
જ્યારે તેની માતાનું નામ વિરાજબેન વાણીયા છે. આજે સવારે અચાનક સોસાયટીમાં ત્રીજા માળથી નીચે કોઈ પટકાવ્યું અને જોરદાર અવાજ આવતા લોકો ભેગા થઈ ગયા હતા ને જોતા બંને મૃતકોની લાશ નીચે પડી હતી. નીચે લોહીના ખાબોચિયા ભરાયા હતાં, જે જોઈને લોકો ચીસો પાડવા લાગ્યા હતા. આસપાસના લોકો ભેગા થતા 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. થોડી વારમાં પોલીસ પણ ત્યાં આવી પહોંચી હતી અને સમગ્ર મામલાની તપાસ શરૂ કરી હતી.