અમદાવાદ : અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં આવતા જતા વાહનચાલકોને પોલીસ, હોમગાર્ડ અને TRB ના જવાન અટકાવીને લાઈસન્સ, સીટબેલ્ટ, પી.યુ.સી., રોંગ સાઇડ, નો-પાર્કિંગ, ઓવર લોડીંગ વિગેરે જુદા જુદા બહાના હેઠળ વાહન ચાલકો પાસેથી મેમો નહીં આપવા બદલ રૂ.100 થી રૂ.2000 સુધીની લાંચની માંગણી કરતા હોવાની માહિતી ACB ને મળી હતી.અમદાવાદમાં ACB એ ટ્રાફિક શાખાના હેડ કોન્સ્ટેબલ અને TRB જવાનને 200 રૂપિયાની લાંચ લેતા ઝડપી લીધા છે. જોકે, આ કોઈ નવી વાત પણ નથી! હેડ કોન્સ્ટેબલને ACBના છટકાની ગંધ આવતા નાસી છૂટ્યો હતો.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદમાં M ડિવિઝન ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ દશરથભાઈ પટણી અને TRB જવાન અશોકકુમાર પગીને ACBએ 200 રૂપિયાની લાંચ લેતા આજે ઝડપી પાડયા છે. બંને આરોપીઓ શાસ્ત્રીબ્રિજના છેડે નારોલ-સરખેજ રોડ ઉપર લાંચ લેતા ઝડપાયા છે. અમદાવાદ શહેર તથા અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં આવતા જતા વાહનોને પોલીસ તથા હોમગાર્ડ તથા ટીઆરબીના માણસો વાહનો રોકી લાઈસન્સ, સીટબેલ્ટ, પી.યુ.સી., રોંગ સાઇડ, નો-પાર્કિંગ, ઓવર લોડીંગ વિગેરે જુદા જુદા બહાના હેઠળ વાહન ચાલકો પાસેથી મેમો નહીં આપવા બદલ 100 રૂપિયાથી લઈને 2000 રૂપિયા સુધીની લાંચની માંગણી કરતા હોય તેવી બાતમી ACBને મળી હતી.
જે આધારે આજરોજ ACBએ શક્યતાઓ તપાસતા ટ્રાફિક પોઇન્ટ, શાસ્ત્રીબ્રિજના છેડે નારોલ-સરખેજ રોડ પર આવતા આરોપી હેડ કોન્સ્ટેબલેએ ડીકોયરની ગાડી ઊભી રખાવી, ડીકોયરને સીટબેલ્ટનો મેમો ન ફાડવાના બદલામાં ડીકોયર સાથે લાંચ અંગેની હેતુલક્ષી વાતચીત કરી 200 રૂપિયાની લાંચની માંગણી કરી હતી. જ્યારે લાંચની રકમ TRB જવાને સ્વીકારી હતી. જ્યારે હેડ કોન્સ્ટેબલને ACBના છટકાની ગંધ આવી જતાં નાસી છૂટ્યો હતો.