અમદાવાદ : ગુજરાત એસટી નિગમ દ્વારા બુધવારે 10 નવી વોલ્વો બસનું લોકાર્પણ કરવાની સાથે 68 બસ રોડ મૂકી છે. જેમાંથી અમદાવાદ ડિવિઝનને 50 બસ ફાળવવામાં આવી છે. જ્યારે રાજકોટને 12 તેમજ સુરત ડિવિઝનને 6 વોલ્વો ફાળવાઈ હતી.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ગુજરાત એસટી નિગમ દ્વારા આ તમામ વોલ્વો 2×2 પુશ બેક સીટવાળી 47 બસ છે. જેમાં સીસીટીવી કેમેરા, મોબાઈલ ચાર્જિંગની સુવિધા, ફાયર સેફ્ટી, ઈમરજન્સી એક્ઝિટ માટે 2 ગેટ પણ છે. નિગમે આગામી સમયમાં નવી અને અદ્યતન કક્ષાની 100 વોલ્વો બસ દોડવવાનું આયોજન છે. હાલમાં રાજ્યમાં 8,500 એસટી બસ તેમજ 170 પ્રિમિયમ વોલ્વો, એસી, સ્લીપર બસો દોડી રહી છે.
ઉલ્લેખનીય છે કે, સપ્ટેમ્બરમાં પણ એસટી નિગમે અમદાવાદથી વડોદરા, સુરત, રાજકોટ માટે 20 નવી વોલ્વો બસનું લોકાર્પણ કર્યું હતું. સીટની નજીક જ પેસેન્જરોની સુરક્ષા માટે પેનિક બટન આપવામાં આવ્યું છે.
નવી વોલ્વો વડોદરા, સુરતના રૂટ પર મુકાઈ
નેહરુનગર-વડોદરા
નેહરુનગર-સુરત
ગાંધીનગર-સુરત
નેહરુનગર-નવસારી
અમદાવાદ-રાજકોટ
વડોદરા-ભુજ
વડોદરા-નાથદ્વારા
વડોદરા-રાજકોટ
રાજકોટ-નાથદ્વારા
એરપોર્ટ-ભુજ-ધોરડો.