અમદાવાદ: મણિનગર રેલવે સ્ટેશન નજીક બુલેટ ટ્રેનના ટ્રેક લગાવવાની કામગીરી અંગે સંયુક્ત પોલીસ કમિશનર ટ્રાફિક અમદાવાદ શહેર દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, મણિનગર રેલ્વે સ્ટેશન નજીક બુલેટ ટ્રેનના ટ્રેક (સેગમેન્ટ) લગાવવાની કામગીરી માટે ટ્રાફિક ડાયવર્ઝન અંગે સંયુક્ત પોલીસ કમિશનર ટ્રાફિક, અમદાવાદ શહેરનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું.અમદાવાદ શહેરમાં ભારત સરકારના બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત મણિનગર રેલ્વે સ્ટેશન નજીક બુલેટ ટ્રેનના તૈયાર થયેલ પીલ્લર ઉપર રેલ્વે ટ્રેક (સેગમેન્ટ) લગાવવાનું કામકાજ કરવામાં આવનાર છે. જે કામગીરી અનુસંધાને મણિનગર રેલ્વે સ્ટેશનના બહારના ભાગે આવેલ ઝઘડિયા બ્રિજથી મણિનગર રેલ્વે પોલીસ ચોકી સુધીનો આશરે 100 મીટર જેટલો રોડ 3-માસ સુધીના સમયગાળા દરમિયાન બંધ કરવામાં આવનાર છે. આ કામકાજ દરમિયાન નીચે મુજબની વિગતે ટ્રાફિક ડાયવર્ઝન કરવામાં આવનાર છે.
વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત માર્ગ
મણિનગર રેલ્વે સ્ટેશનના બહારના ભાગે આવેલ ઝઘડિયા બ્રિજથી મણિનગર રેલ્વે પોલીસ ચોકી સુધીનો આશરે 100 મીટર જેટલો એક તરફનો રોડ વાહન વ્યવહારની અવર-જવર માટે બંધ રહેશે.બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત ટ્રેક લગાવવાનું કામકાજ ખાનગી કંપની દ્રારા કરવામાં આવશે, જેને અનુસંધાને મણિનગર રેલવે સ્ટેશનના બહારના ભાગમાં આવેલ ઝઘડિયા બ્રિજથી મણિનગર રેલવે પોલીસ ચોકી સુધીનો 100 મીટરનો રોડ ત્રણ-મહિના સુધી બંધ કરવામાં આવશે.
વૈકલ્પિક રસ્તાઓ
ભૈરવનાથ રોડ, જશોદાનગર ચોકડી, જયહિંદ ચાર રસ્તા, સ્વામીનારાયણ મંદિર તથા દક્ષિણી સોસાયટી બાજુથી આવતાં વાહનો રેલવે સ્ટેશન તરફનો એક સાઇડનો રોડ ચાલુ છે તેનો ઉપયોગ કરી અલગ અલગ મુખ્ય માર્ગો તરફ જઈ શકાશે.
આ ઉપરાંત, કાંકરિયા તળાવ, રામબાગ, મણિનગર ચાર રસ્તા, કૃષ્ણબાગ ચાર રસ્તા, એલ.જી.હોસ્પિટલ, સિદ્ધિ વિનાયક હોસ્પિટલ, ગુરુદ્વારા તરફથી આવતાં વાહનો રેલ્વે સ્ટેશન તરફનો એક સાઈડનો રોડ ચાલુ છે, તેનો ઉપયોગ કરી અલગ અલગ મુખ્ય માર્ગો તરફ જઈ શકાશે.