Monday, March 2, 2026

બાળકોમાં વધતા સોશિયલ મીડિયાના વળગણને લઇ કેન્દ્રનો નવો પ્લાન, માતા-પિતાની મંજૂરી જરૂરી

spot_img
Share

નવી દિલ્હી : આજના સમયમાં દરેક વ્યક્તિના હાથમાં સ્માર્ટફોન છે. નાનાથી લઈને વૃદ્ધ સુધી દરેક સોશિયલ મીડિયા પર એક્ટિવ છે. જ્યાં એક તરફ સોશિયલ મીડિયાના ફાયદા છે તો બીજી તરફ તેના ગેરફાયદા પણ છે. હવે 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને સોશિયલ મીડિયા પર એકાઉન્ટ બનાવવા માટે માતાપિતાની સંમતિ લેવી પડશે. ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે પર્સનલ ડિજિટલ ડેટા પ્રોટેક્શન એક્ટ (DPDP) નિયમો માટે ડ્રાફ્ટ નિયમો જાહેર કર્યા છે. 18મી ફેબ્રુઆરી સુધી મળેલા વાંધા-સૂચનોના આધારે બેઠકમાં ફેરફાર કરવામાં આવશે અન્યથા ચાલુ રાખવામાં આવશે.

પર્સનલ ડિજિટલ ડેટા પ્રોટેક્શન નિયમોની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી. સરકારે હવે તૈયાર કરેલા ડ્રાફ્ટમાં નિયમોના ભંગ બદલ કોઈ શિક્ષાત્મક કાર્યવાહીનો ઉલ્લેખ નથી. હવે સરકારે નિયમો જાહેર કરવા અંગે લોકો પાસેથી અભિપ્રાય માંગ્યો છે. આ અંગે અંતિમ નિર્ણય 18 ફેબ્રુઆરી પછી લેવામાં આવશે. જેમાં લોકોના અભિપ્રાયને ધ્યાને લેવામાં આવશે. આ સાથે નિયમોનું પાલન ન કરનાર કંપનીઓ પર દંડ પણ ફટકારવામાં આવશે.

આ નોટિફિકેશનમાં જણાવ્યા અનુસાર પર્સનલ ડિજિટલ ડેટા પ્રોટેક્શન એક્ટ-2023 ની કલમ 40ની પેટા-કલમ (1) અને (2) ની સત્તાનો ઉપયોગ કરીને કેન્દ્ર સરકારે અધિનિયમ લાગુ થયાની તારીખ અથવા ત્યારબાદ બનાવવામાં આવનાર સૂચિત નિયમોનો ડ્રાફ્ટ લોકોની જાણકારી માટે જાહેર કર્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, આ ડ્રાફ્ટ નિયમો પર 18 ફેબ્રુઆરી 2025 પછી વિચારણા કરવામાં આવશે. આ નિયમમાં ડેટા ફિડ્યુશિયરી પર 250 કરોડ રૂપિયા સુધીનો દંડ લગાવવાની જોગવાઈ છે.

હવે 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર એકાઉન્ટ ખોલવા માટે તેમના માતાપિતાની સંમતિ લેવી ફરજિયાત રહેશે. આ જોગવાઈ ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ, 2023ના ડ્રાફ્ટ નિયમોમાં સામેલ છે, જે શુક્રવારે કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવી. તેનો ઉદ્દેશ્ય ડિજિટલ વ્યક્તિગત ડેટાના રક્ષણ માટે કાયદાકીય માળખાને મજબૂત કરવાનો છે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...