26.5 C
Gujarat
Monday, July 7, 2025

રિડેવલપમેન્ટ પ્રક્રિયામાં હાઉસિંગ કોલોનીઓમાં નવો ટ્રેન્ડ થયો શરૂ…!!

Share

અમદાવાદ : અમદાવાદમાં હાઉસિંગની અનેક સોસાયટીઓ જર્જરિત અને ભયજનક છે, જેમાં કેટલીક તો ખરેખર બિસ્માર હાલતમાં હોવા છતાં રહીશો જીવના જાેખમે રહે છે, એકબાજુ સરકાર દ્વારા રિડેવલપમેન્ટ પોલીસી-૨૦૧૬ લાવવામાં આવેલ છે, પરંતુ એમાંય ૨૦૧૬ થી ૨૦૨૪ સુધી કોઈ ખાસ સફળતા મળી હોય તેવું જણાતું નથી, પરંતુ છેલ્લાં કેટલાંક સમયથી એટલે કે છેલ્લાં એકાદ વર્ષથી લોકોમાં રિડેવલપમેન્ટ વિશે ખાસ્સી એવી જાગૃતિ આવી છે, શહેરની નારણપુરા સહિત અનેક વિસ્તારોમાં આવેલ હાઉસિંગ સોસાયટીઓ રિડેવલપમેન્ટમાં રસ દાખવી રહી છે.

એક ચર્ચા મુજબ, તાજેતરમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા પાડવામાં આવેલ ટેન્ડરોમાં અનેક સોસાયટીઓમાં રહીશો ઉત્સાહથી કામ કરી રહ્યાં છે.કેટલીંક સોસાયટીઓમાં એક નવા પ્રકારનો ટ્રેન્ડ જાેવા મળી રહ્યો છે. એક સોસાયટીમાં હોદ્દેદારોને સાઈડમાં રાખીને હાઉસિંગના રહીશોએ જ રિડેવલપમેન્ટનું કામ હાથમાં ઉપાડી લીધું છે, રહીશોએ આગળ આવીને એસોસિયેશનના હોદ્દેદારોને જણાવી દીધું છે કે કોઈ પણ રીતે રિડેવલપમેન્ટ કરવાનું છે.અસંમત સભ્યોની ચિંત કરવાનું છોડી દો…અમો સૌ ભેગા થઈને કરી લઈશું…જેના કારણે અસંમત સભ્યોમાં ભયમાં જાેવા મળી રહ્યાં છે.સોસાયટીના એક સભ્યએ નામ નહીં જણાવવાની શરતે જણાવ્યું હતું કે કેટલાંક બે-ચાર કે પાંચ-દસના કારણે બહુમત સંમત સભ્યોને સહન કરવાનું આવે છે, અમો અગાઉની કેટલીક સોસાયટીઓમાં જાેયું છે કે બે-ચાર કે પાંચ-દસ અસંમત સભ્યોને કારણે બાકીના સભ્યોને કયાંક રાહ જાેવી પડે છે, તો કયાંક પ્રોજેકટ અટકાઈ છે, તો યેનકેન પ્રકારે સાચી-ખોટી વાતોમાં આવીને રિડેવલપમેન્ટની પ્રક્રિયાને ખોરંભે પાડવાના પ્રયાસો ચાલતા હોય છે, જે અમારી સોસાયટીમાં નહીં થવા દઈએ.

એક સોસાયટીમાં હોદ્દેદારે તો એટલે અંશે કહી દીધું કે કેટલાંક સ્વાર્થી લોકો ફક્ત બિલ્ડરનો તોડ કે વધુ મેળવવા આ પ્રકારના વિરોધ કરતા હોય છે, સંમત સભ્યોને ઉશ્કેરવાનો પ્રયાસ કરતા હોય છે, સરકારની પોલીસી વિરુદ્ધ વિવિધ પ્રકારની માગણીઓની રજુઆત કરી અસંમત સભ્યોને યેનકેન પ્રકારે તૈયાર કરી પોતાનો રોટલો શેકતા હોય છે, આ સિવાય કેટલાંક લોકો ફક્ત રિડેવલમેન્ટ કરવાનું જ નથી, મકાનો પડી જાય એવા નથી, એમ કરીને રિડેવલપમેન્ટનો વિરોધ કરી રહ્યાં છે.

અત્યાર સુધી હાઉસિંગની અનેક સોસાયટીઓમાં રિડેવલપમેન્ટ પ્રક્રિયામાં અસંમત સભ્યોના વિરોધ સામે સંમત સભ્યો ચૂપ રહેતા હતા. વાંધો ઉઠાવતા ન હતા, કોઈ પણ પ્રકારે વિરોધ કરતા ન હતા, પરંતુ છેલ્લા કેટલાંક સમયથી અનેક સોસાયટીઓમાં સંમત સભ્યોએ જ રિડેવલપમેન્ટની પ્રક્રિયા હાથમાં લઈને અસંમત સભ્યોની બોલતી બંધ કરી દીધી છે.

ગત મંગળવારે નારણપુરા વિસ્તારમાં ૧૩૨ ફુટ રીંગ રોડ પર આવેલ નિધી એપાર્ટેન્ટમાં પાંચ દુકાન માલિકો વિવિધ બાબતોને લઇ વિકાસપ્રક્રિયા સામે વિરોધ ઉઠાવ્યો હતો.જેના કારણે ૨૦૨૨થી રિડેવલપમેન્ટની પ્રક્રિયા અટકી હતી, જેનો ગુજરાત હાઈકોર્ટે સખત ભાષામાં ચુકાદો ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારીઓ દ્વારા કબજાે મેળવવા જતા સંમત સભ્યોએ ફરી હોબાળો મચાવ્યો હતો.ત્યારે સંમત સભ્યોએ એક થઈને હાજર હાઉસિંગ બોર્ડના અધિકારીઓ અને પોલીસ સ્ટાફને અસંમત સભ્યો વિરુધ્ધ કાર્યવાહી કરવાની માગણી કરી હતી.

તમને જણાવી દઈએ નારણપુરા વિસ્તારમાં ૧૩૨ ફૂટ રીંગ રોડ પર પ્રગતિ નગર પાસે આવેલા નિધિ એપાર્ટમેન્ટના રિડેવલપમેન્ટને પડકારતી રિટમાં અરજદારપક્ષ તરફ્થી જણાવાયું કે, નિધિ એપા.એસોસીએશન વર્ષ ૧૯૮૯માં નોંધાયેલુ હતું. તેમાં એચઆઇજી કેટગેરીના ૧૦૦ ફ્લેટ્‌સ અને ૬૦ દુકાનોનો સમાવેશ થાય છે. એપાર્ટમેન્ટના મેનેજમેન્ટે ૧૦૦માંથી ૯૪ ફ્લેટમાલિકોએ અને ૬૦માંથી ૪૮ દુકાનમાલિકોની સંમંતિ મેળવ્યા બાદ વર્ષ ૨૦૨૨માં રિડેવલપમેન્ટ માટે ઠરાવ પસાર કરાયો હતો. માત્ર પાંચ દુકાન માલિકો વિવિધ બાબતોને લઇ વિકાસપ્રક્રિયા સામે વિરોધ ઉઠાવ્યો હતો.હાઈકોર્ટની બેન્ચે રિડેવલપમેન્ટના કામમાં અવરોધ ઊભો કરનારા પાંચ દુકાનદારોને દંડ ફટકાર્યો છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles