અમદાવાદ : અમદાવાદનો ફ્લાવર શો હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે મોટી કમાણીનું સાધન બની રહ્યું છે.અમદાવાદમાં યોજાયેલ ફ્લાવર-શોની તારીખ લંબાવવામાં આવી છે. જેમાં ફ્લાવર-શો 2 દિવસ વધારવામાં આવ્યો છે. તેમાં 22 જાન્યુઆરીના બદલે 24 જાન્યુઆરી સુધી ફ્લાવર-શો યોજાશે સાથે જે ફ્લાવર-શોમાં પ્રી વેડિંગ તેમજ ફિલ્મનું શૂટ કરી શકાશે. જેમાં 23 અને 24 જાન્યુઆરીના રોજ સવારે 7 થી 9 સુધીની મંજૂરી આપવામાં આવી છે. જેમાં ફિલ્મ માટે 1 લાખ રૂપિયા ચાર્જ તેમજ પ્રી વેડિંગ માટે 25000 રૂપિયા ફી વસૂલવામાં આવશે.
3 જાન્યુઆરીએ ફ્લાવર શોનો અમદાવાદ રિવરફ્રન્ટ પર પ્રારંભ કરાયો હતો. ત્યારે ત્યારથી લઈને અત્યાર સુધી સવા ત્રણ લાખ લોકોએ ફ્લાવર શોની મુલાકાત લીધી છે. ફ્લાવર શો 2025ને મળેલ અદભુત પ્રતિસાદને ધ્યાનમાં લઈને નીચે જણાવ્યા મુજબ ફ્લાવર શો માં સૂચિત ફેરરફાર તેમજ 2 દિવસ માટે લંબાવવામાં આવેલ છે.એટલે કે 23 અને 24 તારીખ સુધી ફ્લાવર શોને લંબાવવાનો નિર્ણય લેવાયો છે. એટલું જ નહિ, હવે પ્રી વેડીગ માટે ફ્લાવર શો આપવામાં આવશે. 25 હજારના ખર્ચે ફ્લાવર શોમાં પ્રી વેડીંગ શુટ થઈ શકશે. તો ફિલ્મ કે ગીતના શુટ માટે એક લાખ રૂપિયા ફી નક્કી કરવામાં આવી છે.
અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા આયોજીત ફ્લાવર શો અવધી લંબાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ૨૨ જાન્યુઆરીએ ફ્લાવર શો પુર્ણ થતો હતો. જે હવે ૨૩ અને ૨૪ જાન્યુઆરી સુધી લંબાવવાવમાં આવશે. આ બે દિવસ દરમ્યાન સવારે 9.30 વાગ્યા સુધી પ્રી વેડીંગ શુટ કરી શકાશે. જેના માટે ૨૫ હજાર રૂપિયાની ફી નક્કી કરાઈ છે. આ સિવાય કોઇ ફિલ્મનુ શુટીંગ કરવુ હોય તો તે પણ 23 અને 24 તારીખે સવારે 9.30 વાગ્યા સુધી કરી શકાશે. આ માટે 1 લાખ રૂપિયા ફી નક્કી કરવામાં આવી છે. બંને માટે શનિવારથી બુકીંગ શરૂ કરવામાં આવશે.