અમદાવાદ : અમદાવાદથી મહાકુંભમાં ગયેલા યાત્રિકોને રાજસ્થાન નજીક અકસ્માત નડ્યો છે. પ્રયાગરાજ મહાકુંભમાંથી પરત ફરતી વખતે રાજસ્થાનના રાજસમંદ નજીક બસની બ્રેક ફેલ થતા બસ પલટી મારી જતા કેટલાક યાત્રિકોને ગંભીર ઈજાઓ થઈ છે. ગોતામાં આવેલી અંબિકા દાલવડાના માલિકના પુત્રનો હાથ કપાયો છે તેમજ આ અકસ્માતમાં 27 પરિવારજનો ઈજાગ્રસ્ત થયા છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદમાં રહેતા અને ગોતા વિસ્તારમાં શ્રી અંબિકા દાલવડા નામે દુકાન ધરાવતા અમિતભાઈ ચંદેલ અને તેમના પરિવારજનો બસમાં પ્રયાગરાજ કુંભમેળામાં ગયા હતા. બસમાં સવાર તમામ 48 યાત્રિકો તેના પૈતૃક ગામ પાલીના કોસેલાવ જઈ રહ્યા હતા. અકસ્માત સમયે તમામ લોકો ઊઁઘી રહ્યા હતા. અચાનક બસ પલટી જતાં તમામે બૂમાબૂમ કરી મૂકી હતી.
ચંદેલ પરિવારના પૈતૃક ગામથી 40 કિમી બસ દૂર હતી ત્યારે આ ઘટના ઘટી હતી. આ જગ્યાએ પહેલા પણ અકસ્માત સર્જાઈ ચુક્યા છે.આ વિસ્તારમાં આ પહેલા પણ અકસ્માત થઈ ચૂક્યા છે. તમામ યાત્રિકોએ પ્રયાગરાજથી પરત ફરી સાંવરિયા શેઠના દર્શન પણ કર્યા હતા. ત્યારબાદ તેઓ પોતાના ગામ પરત ફરી રહ્યા હતા. બસમાં સવાર તમામ લોકો એક જ પરિવારના છે.
ઘાયલ લોકોના નામની યાદી
આશિકા પ્રકાશ ચંદેલ
તમન્ના સુરેશ ચંદેલ
કન્યા તુલસીરામ
મથુરા મીઠાલાલ
પાર્વતી રાજુ
સંગીતા વિશાલ
વિવેક વિશાલ
અમિત માનાજી ચંદેલ
ભાવેશ પ્રકાશ
પ્રાચી અમિત
પાનીબેન ભોમારામ
જિહાન સંજય
ભોમાજી નવલારામ
વિજય રાજુભાઈ
ફાલ્ગુની પ્રકાશ
નિમિત મનીષ
મૂળીબેન ચંપત
વિમલા અમિત
નિલમ અમિત
રાજુ માનાજી
કાજલ અમિત
પૂજા આકાશ
સુરેશ રાજુભાઈ
દકુબેન માનાજી
નિશા રાજુભાઈ
દામિનીબેન જિગ્નેશભાઈ
આકાશ સોહનભાઈ
મનીષ ફાઉલાલ
રોહન મનીષ
જ્યોતિ મનીષ