અમદાવાદ : અમદાવાદની GLS યુનિવર્સિટીના કેમ્પસમાં આવેલી SMPIC કોલેજ વિવાદમાં આવી છે. કોલેજના ત્રીજા વર્ષની વિદ્યાર્થિની પાસે પ્રોફેસર ભાવિક સવાદિયાએ બીભત્સ માંગ કરી છે. પ્રોફેસર ચાર મહિનાથી વિદ્યાર્થિનીને મેસેજ કરતો હતો, લંપટ પ્રોફેસર વિદ્યાર્થિનીને સાથે બિભત્સ માંગણી કરતા આખરે કંટાળીને પ્રોફેસર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ શહેરમાં લો ગાર્ડન વિસ્તારમાં આવેલી GLS યુનિવર્સિટી કેમ્પસમાં SMPIC કોલેજના પ્રોફેસર ચાર મહિનાથી વિદ્યાર્થીને મેસેજ કરી રહ્યા હતા. એટલું જ નહીં, તે વિદ્યાર્થીને પોતાની સાથે આવવા માટે મેસેજ પણ કરી રહ્યો હતો. આનાથી કંટાળીને, વિદ્યાર્થીએ કોલેજમાં ફરિયાદ કરી અને પ્રોફેસર ભાવિક સ્વાદિયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
અમદાવાદના લો ગાર્ડન નજીક GLS યુનિવર્સિટી કેમ્પસમાં SMPIC કોલેજના ત્રીજા વર્ષના વિદ્યાર્થીને પ્રોફેસર ભાવિક નામનું એકાઉન્ટ છેલ્લા ચાર મહિનાથી વોટ્સએપ (Whatsapp) દ્વારા મેસેજ કરી રહ્યાં હતાં, જેમાં ફોટા અને વીડિયોની બિભત્સ માંગણી કરવામાં આવી હતી અને તેણીને તેની સાથે કોઈ અવાવરૂ જગ્યાએ આવવાનું કહેવામાં આવ્યું હતું. જોકે, વિદ્યાર્થીએ બધા મેસેજનેે અવગણતી હતી.
આખરે કંટાળીને વિદ્યાર્થિનીએ કોલેજનો સંપર્ક કર્યો હતો. આ પછી પીડિતાએ જણાવ્યું. જ્યારે પણ પ્રોફેસર કોઈ મેસેજ મોકલતા અને વિદ્યાર્થી તે મેસેજ વાંચતો, ત્યારે પ્રોફેસર તરત જ મેસેજ ડિલીટ કરી નાખતા જેથી કોઈ પુરાવા ન રહે. જોકે, વિદ્યાર્થીએ બધા સંદેશાઓના સ્ક્રીન રેકોર્ડિંગ અને સ્ક્રીન શોટ લીધા હતા. તેથી, પ્રોફેસરે સંદેશ મોકલ્યો અને ડિલીટ કર્યો તે સમય પણ આ રેકોર્ડિંગમાં દેખાતો હતો. અને મેસેજ મોકલ્યા પછી, તે મેસેજ ડિલીટ કરતો પણ જોવા મળ્યો.
વિદ્યાર્થીએ આ બાબતે કોલેજ પ્રશાસનને સંપૂર્ણ પુરાવા સાથે ફરિયાદ કરી હતી, જોકે શરૂઆતમાં કોલેજે સહકાર આપ્યો ન હતો, પરંતુ ગઈકાલે કોલેજે પ્રોફેસરને સસ્પેન્ડ કરી દીધા હતા.


