30.3 C
Gujarat
Tuesday, October 22, 2024

30 અને 1 લી તારીખે રથયાત્રાનો રૂટ ‘નો પાર્કિંગ ઝોન’ જાહેર, પોલીસ કમિશનરનું જાહેરનામું

Share

અમદાવાદ : અમદાવાદમાં નીકળતી જગન્નાથજીના ૧૪૫મી રથયાત્રા દરમિયાન ટ્રાફિક વિભાગે વિશેષ આયોજન કર્યું છે. જેમાં રથયાત્રાના રૂટને ‘નો પાર્કિંગ ઝોન’ જાહેર કરાયો છે. અમદાવાદમાં કેટલાક નક્કી કરવામાં આવેલ રસ્તાઓ પર 30 જૂન અને 1 જુલાઈના બે દિવસ દરમિયાન કોઈ પણ વાહનનું પાર્કિંગ થઈ શકશે નહીં. અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા આ અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ જગન્નાથજી મંદિરથી જમાલપુર, વૈશ્ય સભા, ખમાસા, ગોળલીમડા, આસ્ટોડીયા ચકલા, મદનગોપાલની હવેલી, રાયપુર ચકલા, ખાડીયા,ખાડીયા ચાર રસ્તા,પાંચ કુવા, કાલુપુર સર્કલ, કાલુપુર ઓવરબ્રીજ,સરસપુર દરવાજા, જોર્ડન રોડ, શાહપુર દરવાજા, શાહપુર ચકલા, રંગીલા ચોકી, આર સી હાઇસ્કૂલ, ધી કાંટા, માણેક ચોક શાક માર્કેટ , દાણાપીઠ અને ખમાસાનો રૂટ તારીખ ૩૦ના રાતના ૧૨ વાગ્યાથી ૧લી જુલાઇએ રથયાત્રા નીજ મંદિરે પરત ન ફરે ત્યાં સુધી નો પાર્કિંગ ઝોન જાહેર કરાયો છે.

જો કે કાલુપુર રેલવે સ્ટેશન પર આવતા અને જતા પેસેન્જરોને મુશ્કેલી ન પડે તે માટે ઇ રીક્ષા અને બસની વ્યવસ્થા કરવામાં આવી છે. સરકારી લીથો બીઆરટીએસ કેબીનથી કાલુપુર જવા માટે ચાર ઇ રીક્ષા, પ્રેમ દરવાજાથી કાલુપુર જવા માટે ચાર ઇ રીક્ષા અને કાલુપુર રેલવે સ્ટેશન પર અન્ય ચાર રીક્ષા પણ મુકવામાં આવશે. જ્યારે પશ્ચિમ વિસ્તારમાંથી આવતા મુસાફરોને સ્વામીનારાયણ કોલેજ બીઆરટીએસથી કાલુપુરની બીઆરટીએસ મળી શકશે.

પોલીસ કમિશનરના જાહેરનામનું 30 જૂન અને 1 જુલાઈએ જ્યાં સુધી રથયાત્રા પુરી ના થાય ત્યાં સુધી પાલન કરવાનું રહેશે. જે લોકો આ જાહેરનામનું પાલન ના કરીને આ રસ્તાઓ પર વાહન પાર્ક કરશે તો તેમની સામે કલમ 188 અને 131 મુજબ કાર્યવાહી થશે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles