અમદાવાદ : DGPનાં આદેશ બાદ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા 7612 વ્યક્તિઓની યાદી તૈયાર કરવામાં આવી છે. આજે અમદાવાદના સરખેજમાં લિસ્ટેડ સ્મગલર બાબુ રાઠોડનું ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવ્યું. આ પોલીસની હાજરીમાં બુલડોઝર ચલાવવામાં આવ્યું હતું. લિસ્ટેડ બુટલેગર બાબુ રાઠોડ વિરુદ્ધ ડ્રગ્સ અને મારામારી કરવી સહિતના 23 ગુનાઓ પોલીસ ચોપડે નોંધાયેલા છે.
ગુજરાત પોલીસે ચાર મેટ્રો શહેરો સહિત વિવિધ જિલ્લાઓમાં 7612 ગુનેગારોની ગુનાહિત પ્રોફાઇલ તૈયાર કરીને કાયદાનો પાઠ ભણાવવાનું કામ શરૂ કર્યું છે. ત્યારે મળતા અહેવાલ પ્રમાણે અમદાવાદના સરખેજમાં લિસ્ટેડ બુટલેગર બાબુ રાઠોડનું ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું. આ ડિમોલિશન પોલીસની હાજરીમાં કરાયું હતું. નોંધનીય છે કે, બાબુ રાઠોડ સામે ડ્રગ્સ, મારામારી સહિત 23 ગુનાઓ નોંધાયા છે. અને દરિયાપુર જીમખાના પર પોલીસે દરોડા પાડવામાં આવ્યા હતા જીમખાનામાં ત્રીજા માળે પતરાનું ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ સંખ્યાબંધ વખત આ જીમખાનામાં SMC દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા, કુખ્યાત આરોપી ગોવિંદ ઉર્ફે ગામો પટેલ જુગારનો અડ્ડો ચલાવતો હતો. આ જીમખાના પર વાંરવાર દરોડા પડી ચૂક્યા છે, સંખ્યાબંધ જુગારીઓ આ અડ્ડા પરથી ઝડપાયા છે.
મળતા અહેવાલ પ્રમાણે, મેઘાણીનગરમાં બુટલેગરના ઘર પર ફરી વળ્યું બુલડોઝર, બુટલેગરે કરેલા દબાણો દૂર કરાયા હતા.શાહીબાગ વિસ્તારમાં કુખ્યાત કિશોર લંગડાના પુત્ર દિલીપ રાઠોડનું રોડ પરનું ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવ્યું છે. દિલીપ રાઠોડ શાહીબાગ વિસ્તારમાં કુખ્યાત લિસ્ટેડ બુટલેગર છે અને તેની ગેરકાયદે બાંધકામની માહિતી મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી મેળવવામાં આવી હતી. આ ઉપરાંત અન્ય બે બાંધકામ પણ તોડવાની કામગીરી કરવામાં આવી છે.સરદારનગર વિસ્તારમાં પણ લિસ્ટેડ બુટલેગરની બેનામી મિલકત તોડી પાડવામાં આવી છે.
આ ઉપરાંત રીઢા ગુનેગારો સામે ‘પાસા’ અને ‘તડીપાર’ કરવા સહિતની કાર્યવાહી કરવામાં આવશે અને તેમના ઘર પર બુલડોઝર ચલાવવામાં આવશે. આજથી અમદાવાદ સહિતના શહેરોમાં ગુજરાત પોલીસ એક્શનમાં જોવા મળશે.