Monday, September 21, 2026

હવે અમદાવાદની 25 લાખ મિલકતો પર મનપા QR લગાવશે, લોકો સ્કેન કરી કોઈપણ ફરિયાદ કરી શકશે

spot_img
Share

અમદાવાદ : શહેરમાં આવેલી અંદાજે 25 લાખથી વધુ કોમર્શિયલ-રહેણાક મિલકતો બહાર મ્યુનિ. ક્યુઆરકોડ મુકશે. જોકે માત્ર મ્યુનિ. અને તેના વિભાગો તેમજ મિલકત માલિક જ ક્યુઆરકોડ સ્કેન કરી શકશે. મ્યુનિ.ની યોજનાઓ લોકો સુધી પહોંચાડવા આ પ્લાન ઘડાયો છે. આનાથી મ્યુનિ.ની ટેક્સની આવક પણ વધશે. સ્ટેન્ડિંગ ચેરમેન દેવાંગ દાણીએ કહ્યું, તમામ મિલકતોનું જીઆઇએસ આધારિત મેપિંગ કરાશે. કોડ સ્કેન કરી લોકો મ્યુનિ.ને કોઈપણ પ્રકારની ફરિયાદ પણ નોંધાવી શકશે.શહેરમાં આવેલી તમામ મિલકતોનું ડ્રોનથી સર્વે કરાવી ડ્રોન ઈમેજ તૈયાર કરાશે. મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી શહેરીજનોને અપાતી ડોર ટુ કોન્ટ્રાકટથી વેસ્ટ કલેકશન, પ્રોપર્ટી ટેકસ , ફાયર સેફટી સહીતની સેવાઓને આવરી લેવાશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ,અમદાવાદ મ્યુ કોર્પોરેશન દ્વારા QR કોડ માટે ટૂંકમાં ટેન્ડર બહાર પડાશે. લોકોના ટેનામેન્ટ નંબરને આધારે તે તૈયાર થશે અને તે મોબાઇલ આધારિત રહેશે. એકવાર QR કોડ સિસ્ટમ અમલમાં આવે પછી લોકોને ટેક્સ બિલની વિગતો પણ મોબાઇલ પર મળી જશે. પ્રોફેશનલ ટેક્સ પણ આ રીતે મોકલાશે. આ ઉપરાંત જીયોગ્રાફિકલ ઈન્ફર્મેશન મેપિંગને કારણે કોઈપણ જગ્યાએ ગેરકાયદે બાંધકામ થતું હશે તો તેને પણ પકડી શકાશે અને સંબંધિત વિભાગને જાણ કરી કાર્યવાહી કરાશે. શહેરમાં આવેલી મિલકતોના ડ્રોનથી સર્વે કરી મિલકતોનું મેપીંગ કરવા સહિતની અન્ય કામગીરી કરાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રીકવેસ્ટ ફોર પ્રપોઝલ મંગાવવામાં આવશે.

તમામ મિલકતોનો ડોર ટુ ડોર સર્વે કરાશે.કારપેટ એરીયાથી મિલકતોનુ માપ લેવા,તેના જીઓ ટેગ કરેલા ફોટા લેવા,વીજ તથા પાણી જોડાણ થી લઈ મિલકત સંબંધી તમામ માહિતી મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી મિલકતના આપવામાં આવેલા ટેનામેન્ટ નંબરના આધારે ડિજીટલ મોડ ઉપર મુકાશે.

વારાણસી અને ગોવામાં અત્યારે તમામ ઘરોમાં આ યોજના હેઠળ ક્યુઆરકોડ લાગેલા છે. ત્યાં તમામ ઘરોમાં કચરો લેવા આવનાર ગાડી પણ ક્યુઆરકોડ સ્કેન કરે છે. તેમજ નાગરીકો મ્યુનિ.ને લગતી ફરિયાદો આ ક્યુઆરકોડને આધારે થઇ શકે છે. જે પ્રોજેક્ટ ધ્યાને લઇ અમદાવાદ શહેરમાં પણ આ પ્રકારનો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...