અમદાવાદ : મેટ્રો સિટી અમદાવાદ સતત વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારના બ્રિટિશકાળમા નિર્માણ પામેલી 22 કિલોમીટર લાંબી ખારીકટ કેનાલ નવા રૂપરંગ ધારણ કરી રહી છે. હાલ આ કેનાલનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. આગામી બે વર્ષમાં તે પૂર્ણ થશે.બ્રિટિશકાળમાં નિર્માણ પામેલી કેનાલનું હાલ તંત્ર દ્વારા સ્વરૂપ બદલવાની કવાયત ચાલી રહી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના પૂર્વ વિસ્તારમાંથી પસાર થતી 22 કિલોમીટર લાંબી ખારીકટ કેનાલ નવા રૂપરંગ ધારણ કરી રહી છે. હાલ આ કેનાલનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. આગામી બે વર્ષમાં તે પૂર્ણ થશે.અમદાવાદમાં સાબરમતી રિવરફ્રંટ બાદ ખારીકટ કેનાલ બીજો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે. જે શહેરને એક નવી ઓળખ આપશે. ખારીકટ કેનાલના વિકાસના પ્રથમ તબક્કામાં 12 કિલોમીટર લાંબા રસ્તા બનાવાશે. જેનું હાલ 80 ટકા પૂર્ણ થઈ ચૂક્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બીજા તબક્કા માટે રૂ 1,003 કરોડને મંજૂરી આપી દીધી છે. 2
તંત્ર દ્વારા આ કેનાલને છ લેનવાળા રસ્તામાં રૂપાતંરિત કરવામાં આવી રહી છે. જેના કારણે પ્રજાજનોમાં હર્ષની લાગણી ફેલાઈ છે. ખારીકટ કેનાલના નવનિર્માણ અંતર્ગત 22 કિલોમીટરમાં પ્રિ-કાસ્ટ પેરાપેટ બોક્સ લગાવાશે અને 40 બ્રિજને અપગ્રેડ કરાશે. આ ઉપરાંત નાગરિકોના આનંદ-પ્રમોદ માટે 40 સ્થળોએ ગ્રીન પેચનું નિર્માણ કરાશે.027માં જ્યારે ખારીકટ કેનાલ પૂર્ણ થશે ત્યારે પૂર્વ અમદાવાદના નાગરિકોને નવું નજરાણું મળશે.