Friday, September 18, 2026

એસપી રીંગ રોડ પર ATSના ASI પર મિક્સર ટ્રક ફરી વળતા મોત : વ્હીલ નીચે આવી ગયા બાદ 25 મીટર ઢસડાયા

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં સોમવારે બપોરે લગભગ 2:15 કલાકે વૈષ્ણોદેવી ચાર રસ્તા અને ઝૂંડાલ સર્કલની વચ્ચે મિક્સર ટ્રકની નીચે ચગદાઈ જતાં બાઈક સવાર યુવકનું કમકમાટી ભર્યું મોત થયું છે. મિક્સર ટ્રકના ટાયરની નીચે આશરે 25 મીટર સુધી યુવક ઢસેડાયો હતો. જેથી શરીરના અંગો બહાર આવી ગયા હતા. હાજર તમામ લોકો અકસ્માતના દ્રશ્યો જોઈ હેબતાઈ ગયા હતા. આ મામલે એલ ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, નરોડા SRP કેમ્પસ પાસે આવેલી અમરદીપ પાર્ક સોસાયટીમાં રહેતા અજીત નાંદે (ઉ. વ. 50) ગુજરાત ATSમાં આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર (ASI) તરીકે ફરજ બજાવતા હતા. આજે 2 ફેબ્રુઆરીના રોજ બપોરે તેઓ એસપી રીંગ રોડ પર વૈષ્ણવદેવીથી ઝુંડાલ તરફ જતાં હતા ત્યારે ત્રાગડ અંડરપાસ પાસેથી સર્વિસ રોડ પરથી એક એકિટવા ચાલક મુખ્ય રોડ પર આવ્યો હતો. ત્યારે ASI અજીત નાદેનાના બાઇક સાથે ટક્કર થઈ હતી.

ત્યારે રિંગ રોડ પરથી આવતાં મિક્સર ટ્રકની પાછળના ભાગે અડફેટે આવી ગયા અને પાછળના ટાયરમાં આવી જતાં 25 મીટર ઘસડાયા હતા અને તેઓનું ઘટનાસ્થળે મોત થયું હતું. આ મામલે એલ ડિવિઝન ટ્રાફિક પોલીસને જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. આ મામલે પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...