અમદાવાદ : દિવાળી તહેવારોમાં ગણતરીના દિવસો બાકી છે ત્યારે અમદાવાદ પોલીસને લઈ મહત્ત્વનાં સમાચાર આવ્યા છે. અમદાવાદ પોલીસ બેડામાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. અમદાવાદ શહેરનાં વિવિધ પોલીસ સ્ટેશનનાં પોલીસકર્મીઓની આંતરિક બદલીઓ કરવામાં આવી છે. એક સાથે 744 પોલીસકર્મીની બદલીનો હુકમ કરાયો હોવાના અહેવાલો મળી રહ્યા છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા એક સાથે 744 પોલીસકર્મીઓની બદલીનો હુકમ કરાયા હોવાની માહિતી મળી રહી છે જેમાં બિનહથિયારી સ્ટાફ જેવા કે ASI, હેડ કોન્સ્ટેબલ, પોલીસ કોન્સ્ટેબલ અને અલોક રક્ષક દળ (અ.લો.ર.) ના કર્મચારીઓનો સમાવેશ થાય છે. આ સિવાય એવો પણ આદેશ આપવામાં આવ્યો છે કે અધિકારીઓ પાસેથી ઓર્ડર મળ્યાના 7 દિવસમાં જ બદલીના સ્થળે કર્મચારીઓએ હાજર થવાનું રહેશે. અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા તાજેતરમાં મોટો વહીવટી નિર્ણય લેવામાં આવ્યો છે, જેના ભાગરૂપે શહેર પોલીસ દળના કુલ 744 પોલીસ કર્મચારીઓની જાહેરહિતમાં બદલી કરવામાં આવી છે.
અમદાવાદ શહેર પોલીસમાં મહત્ત્વનાં ફેરફાર કરાયા છે. માહિતી અનુસાર, અમદાવાદ શહેરનાં વિવિધ પોલીસ સ્ટેશનનાં પોલીસકર્મીઓની આંતરિક બદલીઓ કરવામાં આવી છે. અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા એક સાથે 744 પોલીસકર્મીની બદલીનો હુકમ કરાયો હોવાની વિગત સામે આવી છે. આ આદેશ હેઠળ પોલીસ કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, ASI, લોકરક્ષક દળ વર્ગનાં પોલીસકર્મીની બદલી કરાઈ હોવાની માહિતી છે.