અમદાવાદ : મોંઘવારીના માર વચ્ચે લોકોને મોટી રાહત. અદાણીએ CNG ના ભાવમાં 3.48 રૂપિયાનો ઘટાડો કર્યો છે. પ્રતિ કિલોએ CNG ના ભાવમાં 3.48 રૂપિયાનો ઘટાડો કરાયો છે. આ ભાવ ઘટાડાથી અદાણી CNG નો પ્રતિ કિલોનો ભાવ 83.90 રૂપિયા થયો છે. મહત્વનું છે કે, છેલ્લા કેટલાક સમયથી અદાણી CNGનો ભાવ સતત વધી રહ્યો હતો.સતત ભાવ વધારા બાદ હવે CNGના પ્રતિ કિલોના ભાવમાં 3.48 રૂપિયાનો ઘટાડો થયો છે. જેથી વાહનચાલકોના ખિસ્સાને રાહત મળશે. નવો ભાવ આજથી લાગુ થશે.
CNGમાં સતત ભાવવધારા વચ્ચે રાહતના સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ અદાણી CNGના ભાવમાં આજે 3.84 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. સરકારે CNG ના ભાવમાં 3.84 રૂપિયાનો ઘટાડો કર્યા બાદ હવે અમદાવાદમાં CNG વાહનચાલકોમાં આનંદ જોવા મળી રહ્યો છે.આજે CNG વાહનચાલકોને મોટી રાહત મળી છે. છેલ્લા કેટલાય સમયથી સતત CNGના ભાવમાં વધારાને લઈ વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. આ તરફ હવે આજે અદાણી CNG ના ભાવમાં ઘટાડો કર્યો છે. જેથી હવે અદાણી CNG 87.38 રૂપિયાની જગ્યા એ 83.90માં મળશે.