Sunday, December 14, 2025

અમદાવાદમાં ડિજિટલ અરેસ્ટેડ વૃદ્ધા 33 લાખ ટ્રાન્સફર કરવા બેંકે પહોંચ્યા, બેન્ક સ્ટાફને શંકા જતાં બચાવ્યા, આ રીતે ભાંડો ફૂટ્યો

spot_img
Share

અમદાવાદ : સાઇબર ગઠિયાઓએ વૃદ્ધ મહિલાને ડિજિટલ એરેસ્ટ કરીને તેમને ડરાવી, ધમકાવી 33.35 લાખ રૂપિયાની માગણી કરી હતી. મહિલા જ્યારે ડરીને એક સાથે બેંકમાંથી આટલી મોટી રકમના ટ્રાન્જેક્શન કરવા માટે પહોંચ્યા હતા, ત્યારે બેંક કર્મચારીઓને શંકા જતા પોલીસને જાણ કરી હતી. સાયબર ક્રાઇમની ટીમ જયારે બેંકમાં પહોંચી ત્યારે મહિલાએ ડિજિટલ એરેસ્ટ અંગે જાણ કરી હતી. મહિલાનું કાઉન્સેલિંગ કરી ડિજિટલ એરેસ્ટના ફ્રોડ વિશે તેમને સમજાવ્યાં હતાં.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના મણિનગરમાં રહેતા એક સિનિયર સિટીઝન મહિલાને સાઇબર ક્રિમિનલ્સ દ્વારા ડિજિટલ અરેસ્ટનો શિકાર બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જેમાં 5 ડિસેમ્બર થી 10 ડિસેમ્બર સુધી પાંચ દિવસ વૃદ્ધાને ડિજિટલ અરેસ્ટ બનાવી રૂપિયા પડાવવાનું કાવતરું રચવામાં આવ્યું હતું. દસ ડિસેમ્બરના રોજ મહિલા મણિનગરની બેંકમાંથી પોતાની એફડી ઉપાડી અન્ય એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા માટે ઉતાવળ કરે છે. તેવી માહિતી મળતા બેંક મેનેજર અભિષેક સિંઘે સાયબર ક્રાઈમની મદદ માગી હતી. જે બાદ તપાસ કરતાં હકીકત સામે આવી કે મહિલા ડિજિટલ અરેસ્ટનો શિકાર બન્યા છે અને પોતે ડરતા હોવાથી રૂપિયા ટ્રાન્સફર કરવા તૈયાર થયા હતા

સાયબર ક્રાઇમએ વૃદ્ધાની પૂછપરછ કરતા હકીકત સામે આવી કે પાંચ ડિસેમ્બરના રોજ મહિલાને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના નામે ધમકાવવામાં આવ્યા હતા અને તેમના આધારકાર્ડના આધારે કેનેરા બેન્કમાં એક એકાઉન્ટ ખોલી તેમાં અલગ અલગ કરોડો રૂપિયાના વ્યવહાર થયા હોવાનું જણાવી ધરપકડનો ડર બતાવવામાં આવ્યો હતો. જે બાદ તે ધરપકડથી બચવા 33.35 લાખ રૂપિયા જમા કરાવવા બેંક એકાઉન્ટ નંબર આપવામાં આવ્યો હતો. સાથે જ જ્યારે વૃદ્ધા બેંકમાં રૂપિયા જમા કરાવવા ગયા તે સમયે પણ આરોપીઓ દ્વારા સતત વિડીયો કોલ કરી તેની માહિતી મેળવવામાં આવતી હતી. જેના આધારે સાયબર ક્રાઇમ નીતિને વૃદ્ધાને ડિજિટલ અરેસ્ટથી અવગત કરી છેતરપિંડીનો ભોગ બનતા અટકાવ્યા છે.

ડિજિટલ અરેસ્ટનો ભોગ બનેલા વૃદ્ધા બેંકના અધિકારી કે સાયબર ક્રાઇમની એક પણ વાત સાંભળવા તૈયાર ન હતા. અને આરોપી દ્વારા આપવામાં આવેલી માહિતી સાચી માની અધિકારીઓ સાથે પણ બાખડી પડ્યા હતા. જોકે સાયબર ક્રાઇમે વૃદ્ધાને બચાવવા માટે તેમના પરિવારને બોલાવી માહિતી આપી હતી. જેથી મહિલાને બચાવી શકાયા. પરંતુ સાયબર ક્રાઇમના ગુનામાં વ્યક્તિની સતર્કતા જ તેનો બચાવ છે તે વાત પણ માનવી જરૂરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હોમગાર્ડ જવાન માટે મહત્ત્વની જાહેરાત, નિવૃત્તિ વયમર્યાદામાં 3 વર્ષનો વધારો, 55 વર્ષના બદલે હવે 58 વર્ષે નિવૃત્તિ

ગાંધીનગર : રાજ્યમાં આંતરિક સુરક્ષા, કાયદો વ્યવસ્થા અને વિવિધ કટોકટીની સ્થિતિમાં પોલીસ વિભાગ સાથે મળી કામગીરી કરતા રાજ્યના હજારો હોમગાર્ડ જવાનો માટે રાજ્ય સરકાર...

ગુજરાત સરકારના AI આધારિત પોર્ટલ પર એક ક્લિક પર ઠરાવો, પરિપત્રો સહિત વિગતો મળશે

ગાંધીનગર : ગુજરાત સરકાર દ્વારા એક એવુ પોર્ટલ બનાવવામાં આવી રહ્યું છે કે, સરકારની તમામ માહિતીઓ,પરિપત્રો, ઠરાવો એક જ ક્લીકમાં ઉપલબ્ધ બની શકે, પોર્ટલને...

ગુજરાત બોર્ડની બેદરકારી: પહેલા જાહેર રજાના દિવસે પરીક્ષા ગોઠવી, પછી ભુલ સુધારી તારીખ બદલી

ગાંધીનગર : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. 4 માર્ચ 2026ના દિવસે ધુળેટીનો જાહેર રજા દિવસ હોવા છતાં...

ગુજરાત પોલીસની અનોખી પહેલને બહોળો પ્રતિસાદ, 18.05 લાખથી વધુ રકમનો દંડ ઓનલાઇન મારફતે ભરાયો

ગાંધીનગર : રાજ્યમાં ટ્રાફિક નિયમ ભંગના ઇ-ચલણ પેટે દંડની રકમ ભરવાની પ્રક્રિયાને વધુ સરળ અને ડિજિટલ બનાવવા માટે ગુજરાત પોલીસે એક મહત્વપૂર્ણ પહેલ કરી...

CMની સંવેદનશીલતા : એક દીકરીના લગ્નનો પ્રસંગ બગડતો અટકાવવા CMએ પોતાના કાર્યક્રમનું સ્થળ તુરંત બદલી નાખ્યું

જામનગર : વહીવટ વ્યક્તિ લક્ષી મટીને જ્યારે પ્રજાલક્ષી બને છે ત્યારે સરકાર પ્રત્યે પ્રજામાં પણ પોતિકાપણાની ભાવના જાગે છે. આવો જ અભિગમ ગુજરાતના મુખ્ય...

ગુજરાત પોલીસની ટેક-પહેલ: ટ્રાફિક મેનેજમેન્ટ માટે સ્વદેશી ‘Mapmyindia’ સાથે MoU

ગાંધીનગર : ગુજરાતમાં રોડ સેફ્ટી અને ટ્રાફિક મેનેજમેન્ટ (Road Safety & Traffic Management) અંગે એક મહત્વપૂર્ણ પહેલ અંતર્ગત, ગુજરાત પોલીસ અને સ્વદેશી એપ મેપલ્સ...

મહેસૂલ વિભાગમાં ક્લાસ-3 ની પોસ્ટ માટે ભરતી આવી, જાણો ક્યારથી અને કેવી રીતે ભરાશે ફોર્મ

ગાંધીનગર : રાજ્ય સરકાર દ્વારા વધુ એક ભરતી બહાર પાડવામાં આવી છે. મહેસુલ વિભાગમાં બે અલગ અલગ પોસ્ટ ઉપર 400થી વધુ જગ્યા ઉપર ભરતી...

દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં, DGP વિકાસ સહાયે આપ્યા મહત્વના આદેશ

ગાંધીનગર : રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં આજે પોલીસ ભવન ખાતેથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના તમામ યુનિટ વડાઓ, શહેર પોલીસ કમિશનરો અને જિલ્લાઓના...