Saturday, September 19, 2026

અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું, મકાનમાલિકોએ ભાડુઆતની વિગતો પોલીસને આપવી પડશે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં અનેક લોકો ભાડાના મકાનમાં રહે છે. શહેરમાં બહારગામથી નોકરી ધંધે આવનારા લોકો સ્થાઈ થયાં છે. ત્યારે શહેરમાં ભાડુઆતને મકાન ભાડે આપ્યા બાદ તેનું પોલીસ વેરિફિકેશન કરાવવું ફરજિયાત છે. અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા ભાડુઆતોને મકાન ભાડે આપતા પહેલા પોલીસ વેરિફિકેશન કરવા અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, આગામી દિવસોમાં આવી રહેલા મકરસંક્રાંતિ, પ્રજાસત્તાક દિન, વસંત પંચમી અને મહાશિવરાત્રી જેવા તહેવારોને ધ્યાનમાં રાખીને અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા એક મહત્વનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. અમદાવાદ શહેરના તમામ મકાન, ઔદ્યોગિક એકમો, દુકાનો કે કોલ્ડ સ્ટોરેજના માલિકોએ ભાડુઆતનું નામ, કાયમી સરનામું, ફોટો, અને ઓળખના પુરાવા જેમ કે પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાયસન્સ કે પાનકાર્ડ પોલીસને આપવાના રહેશે. આ ઉપરાંત, મકાન માલિક અને ભાડુઆત વચ્ચે સંપર્ક કરાવનાર મધ્યસ્થી કે એજન્ટની માહિતી પણ પુરાવા સાથે જમા કરાવવી પડશે, જેથી શંકાસ્પદ પ્રવૃત્તિઓ પર નજર રાખી શકાય. આ જાહેરનામું 27 ફેબ્રુઆરી સુધી એટલે કે 60 દિવસ માટે અમલમાં રહેશે.

આ જાહેરનામું 27 ફેબ્રુઆરી સુધી એટલે કે 60 દિવસ માટે અમલમાં રહેશે. જો કોઈ મકાનમાલિક કે સંચાલક આ આદેશનું ઉલ્લંઘન કરશે, તો તેની સામે ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ-223 મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. શહેરના હેડ કોન્સ્ટેબલ અને તેનાથી ઉપરના દરજ્જાના તમામ અધિકારીઓને આ નિયમનો ભંગ કરનારાઓ સામે ફરિયાદ નોંધવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે.

ગુપ્તચર સંસ્થાઓના અહેવાલો મુજબ, અસામાજિક કે આતંકવાદી તત્વો શહેરમાં રહેણાંક વિસ્તારોમાં ગુપ્ત રીતે આશરો લઈ જાહેર શાંતિનો ભંગ કરી શકે તેવી શક્યતા છે. આ જોખમને ટાળવા અને સુરક્ષા વ્યવસ્થા જાળવવા માટે હવેથી કોઈપણ મકાનમાલિક, ઓફિસ કે ગોડાઉન માલિકે ભાડુઆતની સંપૂર્ણ વિગત સંબંધિત પોલીસ સ્ટેશનમાં નોંધાવવી ફરજિયાત રહેશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...